Trending

ધુરંધર 2 ટ્વિટર રિવ્યુ

રણવીર સિંહની ફિલ્મ ‘ફુલ પૈસા વસૂલ’, નેટિઝન્સે આપ્યા ફુલ માર્ક્સ

બહુ રાહ જોવાતી ફિલ્મ ધુરંધર 2 આખરે વૈશ્વિક સ્તરે રિલીઝ થઈ ગઈ છે અને સોશિયલ મીડિયા પર તેની જબરદસ્ત ચર્ચા ચાલી રહી છે. પેઈડ પ્રિવ્યૂ બાદ ફિલ્મ આજે સત્તાવાર રીતે દર્શકો સામે આવી અને થોડા જ કલાકોમાં ટ્વિટર પર રિવ્યુઝની વહેંચણી શરૂ થઈ ગઈ. મોટાભાગના દર્શકો ફિલ્મને “બિગર, બોલ્ડર અને વધુ ડેડલી” સીક્વલ તરીકે વર્ણવી રહ્યા છે. ફિલ્મને ખાસ કરીને તેના એક્શન સિક્વન્સ, મજબૂત સ્ક્રીનપ્લે અને ઈમોશનલ ડેપ્થ માટે વખાણ મળી રહ્યા છે. દર્શકોનું કહેવું છે કે લાંબી અવધિ હોવા છતાં ફિલ્મ ક્યાંય બોર કરતી નથી અને શરૂઆતથી અંત સુધી એન્ગેજ રાખે છે.

યુઝર્સે તેને “કમ્પ્લીટ એન્ટરટેઇનર” અને “ફુલ પૈસા વસૂલ” ગણાવી છે : રણવીર સિંહના અભિનયને લઈને ખાસ પ્રશંસા થઈ રહી છે. ફેન્સ તેમના પરફોર્મન્સને ઇન્ટેન્સ અને કરિયર-ડિફાઇનિંગ કહી રહ્યા છે. કેટલાક યુઝર્સે લખ્યું કે ફિલ્મમાં એક્શન અને ડ્રામાનો બેલેન્સ બહુ સરસ રીતે જાળવાયો છે, જે થિયેટરમાં સીટી મારવા જેવી ક્ષણો ઉભી કરે છે. આ સાથે જ ફિલ્મમાં અન્ય કલાકારોના અભિનયને પણ સારો પ્રતિસાદ મળ્યો છે. સપોર્ટિંગ કાસ્ટના પાત્રોને પણ મજબૂત સ્ક્રીન પ્રેઝન્સ અને માસ મોમેન્ટ્સ મળ્યા હોવાનું દર્શકો કહી રહ્યા છે.

ફિલ્મની કહાની શું છે? : ધુરંધર 2ની કહાની પાકિસ્તાનના લિયારી વિસ્તારમાં આધારિત છે, જ્યાં એક ભારતીય જાસૂસ અંડરકવર મિશનમાં જાય છે. રણવીર સિંહ ,જસ્કિરત સિંહ રંગી હમઝા અલી મઝારીના રૂપમાં ગેંગમાં પ્રવેશ કરે છે. ગેંગસ્ટર રહેમાન ડકૈતના મૃત્યુ પછી તે વિસ્તારનો સૌથી શક્તિશાળી વ્યક્તિ બની જાય છે. ફિલ્મમાં સ્પાય થ્રિલર, એક્શન,ઈમોશનલ તત્વોનો સંયોજન જોવા મળે છે.

પ્રાથમિક પ્રતિસાદ : સોશિયલ મીડિયા પરના પ્રાથમિક પ્રતિસાદ મુજબ ફિલ્મ બોક્સ ઓફિસ પર મજબૂત શરૂઆત કરી શકે છે. થોડા દર્શકોએ મધ્ય ભાગને થોડું પ્રેડિક્ટેબલ ગણાવ્યું છે, છતાં મોટાભાગે ફિલ્મને પોઝિટિવ રિસ્પોન્સ મળ્યો છે. કુલ મળીને, ધુરંધર 2 દર્શકો માટે એક મસાલેદાર અને થિયેટર-વર્થી અનુભવ સાબિત થઈ રહી છે.

Most Popular

To Top