સુરત: કોર્પોરેટ કનેક્શન્સ ઇન્ડિયા દ્વરાા ‘બિગ હેરી ઓડેશિયસ ફોરમ (BHAF)નું આયોજન સુરતમાં 13 અને 14 માર્ચ 2026ના રોજ સુરત મેરિયોટ હોટેલ ખાતે કરવામાં આવ્યું છે. આ બે દિવસીય કાર્યક્રમમાં દેશભરના સફળ ઉદ્યોગપતિઓ, ફાઉન્ડર્સ અને બિઝનેસ લીડર્સ હાજર રહેશે. તેઓ ઉચ્ચ સ્તરીય ચર્ચાઓ, વ્યૂહાત્મક નેટવર્કિંગ અને નેતૃત્વ સંબંધિત વિચારોના આદાન-પ્રદાન કરશે.
બિગ હેરી ઓડેશિયસ ફોરમ કોર્પોરેટ કનેક્શન્સ સમુદાયનું રાષ્ટ્રીય મંચ છે, જ્યાં ભારતના વિવિધ શહેરોમાંથી સભ્યો એક જ સ્થળે મળી બિઝનેસ વૃદ્ધિ, નેતૃત્વ અને ઉધોગોના ભવિષ્ય અંગે અર્થપૂર્ણ ચર્ચાઓ કરે છે. આ કાર્યક્રમમાં દેશભરમાંથી 300થી વધુ આન્ત્રરપ્રેન્યોર ઉપસ્થિત રહેશે. કાર્યક્રમનું આકર્ષણ અભિનેતા અર્જૂન કપૂર રહેશે. કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે હર્ષ સંઘવી, નાયબ મુખ્યમંત્રી, સી.આર. પાટીલ, કેન્દ્રીય જળશક્તિ મંત્રી તેમજ મુખ્ય વક્તા તરીકે દેશના ટોચના ઉદ્યોગપતિઓ જેમાં વારી ગ્રુપના ચેરમેન હિતેશ દોશી, કાર દેખો ગ્રુપના કોફાઉન્ડર અને સીઈઓ અમિત જૈન, ટાટા મોટર્સના પૂર્વ એમડી રવિકાંત, અગ્રવાલ મૂવર્સ એન્ડ પેકર્સના ચેરમેન રમેશ અગ્રવાસ, નિલોન્સ એન્ટરપ્રાઈઝીસના એમડી દિપક સંઘવી, રેપીડોના કોફાઉન્ટર ઋષિકેશ એસ.આર., હેપિલોના ફાઉન્ડર વિકાસ નાહર, ઝેનેસેના સીઈઓ વૈશાલી વાગલે હાજરી આપશે.
કોર્પોરેટ કનેક્શન્સ”ને એક એલિટ અને આમંત્રણ આધારિત બિઝનેસ નેટવર્કિંગ પ્લેટફોર્મ તરીકે ઓળખવામાં આવે છે, જે ગંભીર ઉદ્યોગપતિઓ અને નિર્ણય લેતા બિઝનેસ લીડર્સને એક સાથે લાવે છે.
સમય જતાં કોર્પોરેટ કનેક્શન્સ ઇન્ડિયા વૈશ્વિક નેટવર્કમાં સૌથી મોટું ક્ષેત્ર બની ગયું છે, જ્યાં 24 શહેરોમાં લગભગ 1000 પ્રભાવશાળી બિઝનેસ લીડર્સ સક્રિય રીતે જોડાયેલા છે.
કોર્પોરેટ કનેક્શન્સ સુરત, દેશના સૌથી સક્રિય વિસ્તારોમાંનું એક છે, જ્યાં 120થી વધુ સફળ ઉદ્યોગપતિઓ અને બિઝનેસ લીડર્સનો મજબૂત સમુદાય છે. અહીં સભ્યો એકબીજાના બિઝનેસ વિકાસમાં સહયોગ આપે છે, જ્ઞાન વહેંચે છે અને એકબીજાના અનુભવોમાંથી શીખે છે.