Charchapatra

સોમવાર અને ભાત

રાષ્ટ્રભક્તિ કોને કહેવાય એનું એક નાનકડું દૃષ્ટાંત જોઈએ. પૂ. લાલબહાદુર શાસ્ત્રીએ જ્યારે દેશમાં ચોખાની સમસ્યા સર્જાઈ હતી ત્યારે આવાહન કરેલું કે આપણે સૌ પ્રત્યેક સોમવારે ભાત નહીં ખાઇશું. એ સમયે બાર-એક વર્ષની ઉમ્મરે આટલા નાના નિર્ણયનુ શું પરિણામ આવે એની એટલી કલ્પના ન હતી. પરંતુ આજે 76 વર્ષે આ વાત યાદ આવી ગઈ કે અમેરિકા અને ઇરાનના યુધ્ધને કારણે જો દેશમાં ઘરેલુ બળતણ ગેસની સમસ્યા ઊભી થાય તો આપણે સૌ આપણા એ ભૂતપૂર્વ વડાપ્રધાન શ્રી લાલબહાદુર શાસ્ત્રીએ સપ્તાહમાં એક દિવસ ચોખાનો ત્યાગ કરવા કહેલું તેમ આપણે સૌ વર્તમાનમાં ગેસ બચાવવા, રોજ ઠંડા પાણીએ સ્નાન કરીએ અને સંભવ હોય ત્યાં રસોઈ બીજી વાર ગરમ કરવાનું ટાળીએ.

દેશ સામે ખાડી યુધ્ધને કારણે સંભવિત રાંધણ ગેસની સમસ્યાના ઉકેલ તરીકે આપણો આ નાનકડો નિર્ણય રાષ્ટ્રભક્તિનું શ્રેષ્ઠ દૃષ્ટાંત બનશે. હા, એક વાત છે. આને બદલે ન તો આપણને કોઈ મેડલ મળશે કે ના તો પ્રશંસાના બે શબ્દ. પરંતુ એક આત્મસંતોષ થશે કે મેં દેશ માટે કંઇક કર્યું અને બીજાને જોડીશું તો, પેલી કહેવત છે ને “સોનામાં સુગંધ.” અને હા, આ માત્ર “પ્રાસંગિક (ખાડી યુધ્ધ)”  વાત નથી. પેટ્રોલિયમ ઉત્પાદન …… ટૂંક માં લખું તો, અમેરિકા પોતાની આ સંપત્તિ વાપરતું નથી. અણીના સમયે એ એનો ઉપયોગ કરશે (લાભ ઉઠાવશે). તેજીને ટકોરો.
સુરત     – ચેતન સુશીલ જોષી- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top