સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન એ ભારતની અગ્રણી ચુનંદા તપાસ પોલીસ એજન્સી છે, જે મુખ્યત્વે ગંભીર ગુનાઓ, ઉચ્ચ-સ્તરીય ભ્રષ્ટાચાર, આંતર-રાજ્ય ગુનાઓ અને રાષ્ટ્રીય/આંતરરાષ્ટ્રીય પરિણામો ધરાવતા કેસોની તપાસ માટે જવાબદાર છે. સને ૧૯૬૩ માં સ્થાપિત અને કર્મચારી મંત્રાલય હેઠળ કાર્યરત, તે લાંચ, હત્યા અને આર્થિક ગુનાઓ જેવા કેસોનું સંચાલન કરે છે!ખેર, “સીબીઆઈ પોપટ” એ સને ૨૦૧૩ માં કોલસા કૌભાંડની સુનાવણી દરમિયાન સુપ્રિમ કોર્ટ ઓફ ઇન્ડિયા દ્વારા સીબીઆઈ માટે વપરાયેલો શબ્દપ્રયોગ છે, જેનો અર્થ સત્તાધારી પક્ષના ઈશારે ચાલતી “પાંજરામાં કેદ પોપટ” જેવી સ્વાયત્તતા વિનાની સંસ્થા એવો થાય છે,આ ટિપ્પણી તપાસ સંસ્થાની સ્વતંત્રતા પર ગંભીર સવાલો ઉઠાવે છે!
મુખ્ય વિગતોનાં સંદર્ભે સને ૨૦૧૩ માં કોલસા કૌભાંડની તપાસમાં સીબીઆઈ પર રાજકીય દબાણ હોવાનું સામે આવ્યું હતું.ત્યારે સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, સીબીઆઇ પોતાના માલિક (સરકાર) ની ભાષા બોલે છે અને તેમના કહ્યા મુજબ વર્તે છે, તેની અસરમાં ટિપ્પણીનો હેતુ સીબીઆઇ ને રાજકીય દબાણમાંથી મુક્ત કરી તેને એક સ્વતંત્ર તપાસ સંસ્થા બનાવવાનો હતો! આમ, આ શબ્દપ્રયોગ ભારતીય રાજનીતિમાં તપાસ સંસ્થાઓની વિશ્વસનીયતા અને સ્વતંત્રતા પરની ચર્ચામાં વારંવાર ચર્ચાતો રહે છે!
એ વાસ્તે પણ સરકાર પાંજરાના પોપટ સીબીઆઇને મુક્ત કરે તે સારુ દેશની કેન્દ્રીય તપાસ સંસ્થાને સ્વાયત્તતા આપવા મદ્રાસ હાઇકોર્ટનો આદેશ હતો કે, કેન્દ્ર સરકાર સીબીઆઇને ચૂંટણી પંચની જેમ બંધારણે આપેલા અધિકારો મુજબ કામ કરવા દે, અલગ કાયદો બનાવે એમ મદ્રાસ હાઇકોર્ટે કહેલ તેમજ સરકારી પોપટ એટલે સીબીઆઇ..! તપાસ કરનારા સીબીઆઇ અધિકારી નોકરીમાં રહેવાને લાયક જ નથી, પુરાવા તરીકે રજૂ કરવા એક ફકરો પણ નથી એમ સુપ્રીમ કોર્ટે ટાંકેલ હતું!
સુરત – સુનીલ બર્મન- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે