Godhra

શહેરાના નાકુડી રોડ પરથી વન વિભાગે ગેરકાયદે લાકડા ભરેલી ટ્રક ઝડપી

₹4.10 લાખનો મુદ્દામાલ જપ્ત

પ્રતિનિધિ | ગોધરા
પંચમહાલ જિલ્લાના શહેરા વન વિભાગે રાત્રિ પેટ્રોલિંગ દરમિયાન ગેરકાયદેસર રીતે વન પેદાશની હેરફેર કરતા તત્વો સામે કડક કાર્યવાહી કરી છે. પરીક્ષેત્ર વન અધિકારી આર.વી. પટેલના સીધા માર્ગદર્શન હેઠળ શહેરા રાઉન્ડ સ્ટાફ દ્વારા બોડીદ્રાથી કોઠંબા રોડ પર સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
આ દરમિયાન નાકુડી રોડ પરથી પસાર થઈ રહેલી ટ્રક નંબર GJ-09-V-5585 ને અટકાવી તપાસ કરતા તેમાં પાસ-પરમીટ વિના ભરેલો લીલો, તાજો પંચરાઉ લાકડાનો જથ્થો મળી આવ્યો હતો. વન વિભાગની ટીમે લાકડા તથા વાહન સહિત અંદાજે ₹4,10,000 નો મુદ્દામાલ સરકાર હસ્તક જપ્ત કર્યો છે.
વધુ તપાસ અર્થે જપ્ત કરાયેલ ટ્રકને શહેરા રેન્જ કચેરીના કમ્પાઉન્ડમાં ખસેડવામાં આવી છે.
આ સફળ કાર્યવાહીમાં શહેરા રાઉન્ડ ફોરેસ્ટર એસ.બી. માલીવાડ, બીટ ગાર્ડ બી.એન. રાવલ, કાર્યકારી રોજમદાર એ.બી. બારીયા તેમજ શેખપુરના કાર્યકારી રોજમદાર ડી.એસ. પટેલીયાએ મહત્વની ભૂમિકા ભજવી હતી.

રિપોર્ટર: આશિષ બારીયા

Most Popular

To Top