Vadodara

26મીથી શરૂ થતી બોર્ડની પરીક્ષાના મૂલ્યાંકન માટે 73 હજારથી વધુ શિક્ષકોને ઓર્ડર

મૂલ્યાંકન કેન્દ્રને હાઈટેક સુવિધા અને ચુસ્ત સુરક્ષા સાથે સજ્જ કરાશે :

ધો.10-12 બંને પ્રવાહના મળી કુલ 72,668 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે :

( પ્રતિનિધિ )વડોદરા,તા.24
ગુ.માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની આગામી 26 ફેબ્રુઆરીથી ધો.10-12ની પરીક્ષા શરૂ થવા જઈ રહી છે. ત્યારે, ઉત્તરવહી મૂલ્યાંકન માટે સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી સ્કૂલોના શિક્ષકોને ઓર્ડર કરી દેવામાં આવ્યો હતો. આ વર્ષે 73 હજાર કરતા વધુ શિક્ષકો ઉત્તરવહીની ચકાસણી કરશે. ગત વર્ષની તુલનામાં આ વર્ષે ચાર હજાર શિક્ષકોનો મૂલ્યાંકન માટે વધારો કરવામાં આવ્યો છે.

બોર્ડની પરીક્ષા શરૂ થયાના આઠથી દસ દિવસ બાદ દસ દિવસ બાદ બોર્ડ દ્વારા નક્કી કરાયેલા મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રમાં ઉત્તરવહી ચકાસણી શરૂ કરી દેવામાં આવે છે છેલ્લા કેટલાક વર્ષોથી ઉત્તરવહી ચકાસણી માટે બોર્ડ પરીક્ષાના ફોર્મ ઓનલાઈન સાથે જ શિક્ષકોનું રજીસ્ટ્રેશન પણ ઓનલાઇન કરાવી દેવામાં આવે છે. જેમાં ધોરણ 10 અને 12 ના વિષયવાર શિક્ષકોનું રજીસ્ટ્રેશન થયા બાદ બોર્ડ દ્વારા પરીક્ષા શરૂ થયાના થોડા દિવસ પહેલા શિક્ષકોને ઓનલાઇન ઓર્ડર પણ ઉત્તરવહી ચકાસણી માટે કરી દેવામાં આવે છે. સ્કૂલે પોતાના શિક્ષકોના ઓનલાઇન ઓર્ડર કોલ લેટર ડાઉનલોડ કરી લેવાના હોય છે. આગામી 26મીથી બોર્ડની પરીક્ષાઓ શરૂ થઈ રહી છે. ત્યારે, બોર્ડ દ્વારા આ વર્ષે ધોરણ 10 અને 12 સાયન્સ 12 સામાન્ય પ્રવાહના 73 હજારથી વધુ શિક્ષકોને ઉત્તરવહી ચકાસણી માટેના ઓનલાઈન ઓર્ડર કરી દેવામાં આવ્યા છે. જેમાં ધોરણ 12 સાયન્સમાં 9 હજાર થી વધુ બાર સામાન્ય પ્રવાહમાં 27 હજાર થી વધુ અને ધોરણ 10માં 37 હજાર થી વધુ શિક્ષકોને ઓર્ડર કર્યા છે. ગત વર્ષે 69 હજાર થી વધુ શિક્ષકોને ઓર્ડર કરાયા હતા. જોકે, આ વર્ષે બોર્ડ પરીક્ષામાં વધુ વિદ્યાર્થીઓ વધવા સાથે 15.28 લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે. ત્યારે, ઉત્તરવહી ચકાસણી માટેના શિક્ષકોની સંખ્યા વધારવામાં આવી છે.

Most Popular

To Top