Singvad

રણધિકપુરમાં ડીજે સંચાલકોની બેઠક, અવાજ અને બેઝ લેવલ માપમાં રાખવા પડશે

અવાજ નિયંત્રણ, બોર્ડ પરીક્ષા અને જાહેરનામાના અમલ અંગે પોલીસની કડક સૂચનાઓ
(પ્રતિનિધિ), રણધિકપુર
રણધિકપુર પોલીસ સ્ટેશન ખાતે રણધિકપુર પોલીસ સ્ટેશન વિસ્તારના ડીજે સંચાલકોની એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં ડીજેના અવાજ અને બેઝ લેવલ સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામા મુજબ નિયંત્રણમાં રાખવા અંગે સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી હતી.
પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું કે કોઈપણ ધાર્મિક, સામાજિક કે રાજકીય લાગણીઓને ઠેસ પહોંચે તેવા ગીતો વગાડવામાં નહીં આવે. સાથે જ આગામી તા. 26/02/2026 થી SSC અને HSC બોર્ડની પરીક્ષાઓ શરૂ થતી હોવાથી, વિદ્યાર્થીઓના અભ્યાસમાં અડચણ ન પડે તે માટે રહેણાંક વિસ્તારો તેમજ શાળાઓની આસપાસ ડીજે વગાડવા પર સંપૂર્ણ પ્રતિબંધ રાખવા અંગે કડક સૂચના આપવામાં આવી.
આ ઉપરાંત સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા તમામ જાહેરનામાનો કડક અમલ કરવા, તેમજ ટ્રાફિકના નિયમોનું પાલન કરીને પોલીસને પૂરતો સહકાર આપવા માટે ડીજે સંચાલકોને સૂચવવામાં આવ્યું.
આ બેઠકમાં અંદાજે 30 થી 35 જેટલા ડીજે સંચાલકો હાજર રહ્યા હતા અને પોલીસની સૂચનાઓનું પાલન કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

રિપોર્ટર: કલ્પેશ શાહ

Most Popular

To Top