આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે એક મહત્વપૂર્ણ વર્લ્ડ ટી20 મેચ રમાઈ રહી છે. આ વર્લ્ડ ટી20 ટુર્નામેન્ટમાં એક મહત્વપૂર્ણ મેચ છે, કારણ કે બંને ટીમો પાછલા વર્લ્ડ કપની ફાઇનલિસ્ટ છે. દક્ષિણ આફ્રિકાએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. દક્ષિણ આફ્રિકાના કેપ્ટન એડન માર્કરામે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરતા દક્ષિણ આફ્રિકાએ 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 187 રન બનાવ્યા હતા . ડેવિડ મિલરે અડધી સદી ફટકારી, 35 બોલમાં 63 રન બનાવ્યા, જેમાં 7 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા. ડેવાલ્ડ બ્રેવિસે 29 બોલમાં 45 રન બનાવ્યા. ટ્રિસ્ટન સ્ટબ્સ 44 રન બનાવી અણનમ રહ્યા. ભારત તરફથી જસપ્રીત બુમરાહે 3 વિકેટ અને અર્શદીપ સિંહે 2 વિકેટ લીધી હતી.
188 રનનો પીછો કરવા ઉતરેલી ભારતની શરૂઆત ખરાબ રહી. પહેલી જ ઓવરમાં ઈશાન કિશનને એડન માર્કરામે આઉટ કર્યો હતો. તો બીજી બાજુ ઈશાન પોતાનું ખાતું પણ ખોલી શક્યો નહીં. સતત ચોથી ઇનિંગમાં, ભારતે ઓપનિંગ બેટ્સમેન શૂન્ય રને ગુમાવ્યો છે. આ વખતે, અભિષેક શર્મા ગેરહાજર છે. બોલ ધીમી ગતિએ ફેંકવામાં આવ્યો હતો, જે ડાબા હાથના બોલરથી દૂર જતો રહ્યો હતો. તે ઓફ-બ્રેક હતો, અને કિશન એક શક્તિશાળી શોટ માટે તૈયારી કરી રહ્યો હતો. તેણે પોતાનું બેટ લાઇનની પાર ફેરવ્યું, ટર્ન દ્વારા બોલ રમ્યો અને કવર તરફ ઉંચો કર્યો. રિકેલ્ટન બોલ પર નજર રાખતો રહ્યો, પાછળ હટ્યો અને એક શાનદાર રિવર્સ-કપ કેચ પકડ્યો.
સાઉથ આફ્રિકાએ ભારતને 188 રનનો ટાર્ગેટ આપ્યો છે. ભારતે પહેલી બે ઓવરમાં બે વિકેટ ગુમાવી દીધી. પહેલી ઓવરમાં ઈશાન કિશનના આઉટ થયા પછી બેટિંગ કરવા આવેલા તિલક વર્મા કંઈ ખાસ કરી શક્યા નહીં. માર્કો જેનસેને બીજી ઓવરના પહેલા બોલ પર ક્વિન્ટન ડી કોકના હાથે તેને કેચ કરાવ્યો. તિલક બે બોલનો સામનો કરીને એક રન બનાવ્યો. તિલક રિવ્યૂ લેતાં અલ્ટ્રાએજ પર બેટની બહારની ધાર પર સ્પાઇક જોવા મળી. ભારતને પાંચમી ઓવરમાં ત્રીજો ફટકો પડ્યો. માર્કો જેનસેને અભિષેક શર્માને આઉટ કર્યો. અભિષેક મોટો શોટ મારવાનો પ્રયાસ કરતા કેચ થઈ ગયો હતો. તેણે 12 બોલમાં 15 રન બનાવ્યા. દક્ષિણ આફ્રિકાના બોલરોએ મેચ પર કબજો જમાવી લીધો છે. કોર્બિન બોશે આઠમી ઓવરના બીજા બોલ પર વોશિંગ્ટન સુંદરને આઉટ કર્યો હતો. સુંદરે 11 બોલમાં 11 રન બનાવ્યા. શિવમ દુબે હાલ બેટિંગ કરવા આવ્યો છે. ભારતીય ટીમ ભાગીદારી માટે ખૂબ જ ઉત્સુક હતી, પરંતુ તેઓ સતત વિકેટ ગુમાવી રહ્યા છે. કેપ્ટન સૂર્યકુમાર યાદવ 10મી ઓવરના પહેલા બોલ પર કેચ આઉટ થઈ જતા ભારતે 12 ઓવરમાં 75 રનમાં 5 વિકેટ ગુમાવી દીધી છે. લગભગ આ મેચ હાથમાંથી સરકી ગઈ છે. પરંતુ આગળ કોઈ આ ડૂબતી નૈયાને તારી જાય તો કાંઈ કહેવાય નહીં. બાકી અબ સબ ભગવાન ભરોસે.