Business

T20 વર્લ્ડ કપ 2026ના બીજા સુપર 8 મેચમાં ઇંગ્લેન્ડે શ્રીલંકાને 51 રનથી ઘરઆંગણે હરાવ્યું

T20 વર્લ્ડ કપ 2026ના બીજા સુપર 8 મેચમાં આજે ઇંગ્લેન્ડ અને શ્રીલંકા વચ્ચની મેચમાં ઇંગ્લેન્ડે શ્રીલંકાને 51 રનથી હરાવ્યું હતું. પહેલા બેટિંગ કરતા, ઇંગ્લેન્ડે 9 વિકેટ ગુમાવીને 146 રન બનાવ્યા. 147 રનનો કુલ સ્કોર શ્રીલંકાને જીતવા માટે આપ્યો હતો. આસાન ટાર્ગેટ હતો અને પોતાના હોમગ્રાઉન્ડ પર મેચ હતી એટલે સૌકોઈ એમ જ માનતા હતા રકે શ્રીલંકા આરામથી આ સ્કોર કરી મેચ જીતી લેશે. પણ ધાર્યા કરતા પરિણામ વિપરિત જ આવ્યું હતું. ઇંગ્લેન્ડ સામેની આ મેચમાં, શ્રીલંકાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો . ત્યારબાદ, પ્રથમ બેટિંગ કરતી ઇંગ્લેન્ડની ટીમની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી . તેઓએ 16 રન પર તેમની પ્રથમ વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી, ઇંગ્લિશ ટીમે વિકેટ ગુમાવવાનું ચાલુ રાખ્યું, પરંતુ વિકેટકીપર-બેટ્સમેન ફિલ સોલ્ટે પોતાની હિંમત જાળવી રાખી અને અડધી સદી ફટકારી દીધી હતી.

ઇંગ્લેન્ડની બેટિંગ ફિલ સોલ્ટ પર ખૂબ આધાર રાખતી હતી, જેણે 40 બોલમાં 62 રન બનાવ્યા. સોલ્ટ સિવાય, અન્ય કોઈ બેટ્સમેન સારો દેખાવ કર્યો ન હતો, પરંતુ તેમના બોલરોએ ઇંગ્લેન્ડને મેચમાં રાખ્યું. ઇંગ્લેન્ડ માટે વિલ જેક્સે બોલ સાથે શાનદાર પ્રદર્શન કર્યું હતું, એણે શ્રીલંકાને શરૂઆતમાં જ ફટકો આપ્યો અને ઓછા સ્કોર છતાં યજમાન ટીમને મુશ્કેલીમાં મૂકી દીધી હતી. સોલ્ટે 40 બોલમાં 62 રન બનાવ્યા, જેમાં 6 ચોગ્ગા અને 2 છગ્ગાનો સમાવેશ થાય છે. એના સિવાય અન્ય કોઈ બેટ્સમેન સારું પ્રદર્શન કરી શક્યા નહોતા. વિલ જેક્સ બીજા ક્રમે સૌથી વધુ 21 રન બનાવ્યા હતા. પહેલા બેટિંગ કરતા, ઇંગ્લેન્ડે 9 વિકેટ ગુમાવીને 146 રન બનાવ્યા અને શ્રીલંકાને જીત માટે 147 રનનો લક્ષ્યાંક આપ્યો. 147 રનના લક્ષ્યાંકનો પીછો કરતા, શ્રીલંકાએ ફક્ત 34 રનમાં 5 વિકેટ ગુમાવી દીધી. આ સાથે, તેમની વાપસીની શક્યતા ઓછી લાગતી હતી. ઇંગ્લેન્ડ તરફથી વિલ જેક્સે શાનદાર બોલિંગ કરી, 3 વિકેટ લઈને શ્રીલંકાના ટોચના ક્રમની કમર તોડી નાખી હતી. જોફ્રા આર્ચર, લિયામ ડોસન અને આદિલ રશીદે બે-બે વિકેટ લીધી, જેના કારણે શ્રીલંકા ફક્ત 95 રનમાં ઓલઆઉટ થઈ ગયું અને મેચ 51 રનથી હારી ગયુ હતુ.

Most Popular

To Top