SURAT

ખોદકામની બેદરકારી બની જોખમ!સ્મિમેર હોસ્પિટલની મહિલા ડોક્ટરની કાર ખાડામાં ફસાઈ

સુરત જિલ્લા સેવા સદન પાસે બેદરકારીનો ખાડો

સુરત શહેરના જિલ્લા સેવા સદન A બ્લોક પાસે મનપા દ્વારા કરવામાં આવેલા ખોદકામને કારણે આજે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. Surat Municipal Corporation દ્વારા ચાલી રહેલા કામ દરમિયાન ખાડો યોગ્ય રીતે ઢાંકવામાં ન આવતા સ્મિમેર હોસ્પિટલની એક મહિલા ડોક્ટરની સ્કોડા કાર અચાનક તેમાં ફસાઈ ગઈ હતી.કાર ફસાતા મહિલા તબીબ ગભરાઈ ગઈ હતી ,

મહિલા ડોક્ટર પોતાના નિયમિત કામ માટે હોસ્પિટલ તરફ જઈ રહી હતી.રસ્તા પર પૂરતી ચેતવણી સૂચનાઓ કે બેરિકેડિંગ ન હોવાથી તેઓ ખાડો સમજી શક્યા નહોતા. કાર હંકારતા અચાનક કારનો આગળનો ભાગ ખાડામાં ઉતરી જતા કાર અચાનક અટકી ગઈકર ખાડા માં ફસાતા ગભરાયેલી મહિલા તબીબ ને જોઈ ઘટનાસ્થળે થોડા સમય માટે ટ્રાફિક જામ જેવી સ્થિતિ સર્જાઈ હતી.લોકો એકત્ર થઇ ગયા હતા,

સદનસીબે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.સ્થાનિક લોકો તરત જ મદદ માટે દોડી આવ્યા અને વાહનને બહાર કાઢવા પ્રયાસ કર્યો.બાદમાં ક્રેનની મદદથી કારને ખાડામાંથી બહાર કાઢવામાં આવી.કારને આંચકો લાગ્યો હોવાની પણ માહિતી મળી રહી છે.આ ઘટના બાદ સ્થાનિક નાગરિકોમાં મનપાની કામગીરી પ્રત્યે રોષ ફાટી નીકળ્યો છે. લોકોનો આક્ષેપ છે કે ખોદકામ બાદ યોગ્ય સુરક્ષા વ્યવસ્થા અને સૂચના બોર્ડ લગાવાતા નથી, જેના કારણે આવાં અકસ્માતો બનતા રહે છે. જિલ્લા સેવા સદન જેવા વ્યસ્ત વિસ્તારમાં આવી બેદરકારી ગંભીર પ્રશ્નો ઉભા કરે છે.

હાલમાં સંબંધિત વિભાગ દ્વારા સ્થળની તપાસ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. નાગરિકો માંગ કરી રહ્યા છે કે ખોદકામ પહેલાં અને બાદમાં યોગ્ય બેરિકેડિંગ અને પ્રકાશ વ્યવસ્થા ફરજિયાત બનાવવામાં આવે, જેથી આવનારા સમયમાં આવી ઘટના ફરી ન બને.

Most Popular

To Top