વર્તમાન સમયમાં પણ જુઓ ત્યાં દરેક સ્વાદ અને બજેટ પ્રમાણે ચટાકેદાર જમવાનું મળી જશે. 80 લાખના વસ્તીઆંકને પાર હટી ગયેલ આ મહાનગર ઔર, સ્માર્ટ સીટી, મીની ભારત સૌથી ઝડપી વિકાસ પામતું શહેર ગુજરાતની આર્થિક રાજધાની કે ડાયમંડ સીટી જેવી ઓળખ પણ ધરાવે છે. ગુજરાતના આ મુખ્ય શહેરની ઓળખ શું સ્વાદ, ઓવરબ્રીજ, મેટ્રો ટ્રેન, બહુમાળી મકાનો જેવા માપદંડો સુધી જ સીમિત રહેવી જોઇએ. કળા અને રમતગમત માનવજીવનના અભિન્ન વર્ગો રહ્યા છે. શું આપણું શહેર આ દિશામાં પણ આગળ વધ્યું છે. શહેરના વિવિધ વિસ્તારોમાં બાગ તેમજ તેમાં રમત-ગમત કે ઓલિમ્પિક માટે દાવેદારી નોંધાવનાર ગુજરાત રાજ્યમાં બીજાં મોટાં શહેરોની સરખામણીમાં રમત પ્રત્યે ઉદાસીન વલણ જણાવે છે.
કદાચ આવા વલણ પાછળ સુરતની જનતાનો પણ ફાળો હોય છે. કેમ કે યંત્રવત્ બનેલ આ ભાગદોડવાળી જીવનશૈલીમાં લોકોની આ ક્ષેત્રની જરૂરિયાત કે અગત્ય જણાતી જ ન હોય પણ અહીં પ્રશ્ન શહેરના સત્તાધીશો કે શાસક પક્ષ માટે છે. શહેરમાં ચાલતી દરેક શાળાઓમાં નિયમ પ્રમાણે રમતનાં મેદાનો કે રમત માટેનું વાતાવરણ છે. સ્વસ્થ અને ખુશહાલ જીવન માટે આર્થિક વિકાસની સાથે કળા અને રમત પણ એટલાં જ જરૂરી છે. મેલ મહાકુંભ બેંક ઇન્ડિયા જેવાં આયોજનો કે સંકલ્પો પણ ત્યારે જ સફળ ગણાશે. શહેરના સર્વાંગી વિકાસ માટે સત્તાધીશો અને સુરતીલાલાઓ આ ક્ષેત્રને પણ હવે પ્રાધાન્ય આપે એવી આશા સાથે શુભકામના.
સુરત – પિયુષ પટેલ- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
પૈસાથી આત્મસંતોષ ખરીદાતો નથી
આત્મસંતોષ માટે પુણ્યનું ભાથું બાંધવું પડે છે. સ્વર્ગ અને નરક એ પરિકલ્પના છે. સંપત્તિ હોવા છતાં કેટલાંકે આર્થિક તો ન કહેવાય પણ શારીરિક અને માનસિક પીડાથી આજીવન પીડાય છે. જિંદગીને પ્રેમથી માણવા પણ આયોજન કરવું પડે છે. માણસના જન્મ અને અંત અણધાર્યું હોય છે. તેના સતત ભયથી વર્તમાન જિંદગીનો લ્હાવો બગાડશો નહિ.
અડાજણ – અનિલ શાહ- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.