Charchapatra

કતારગામ ઝોનમાં ડોર-ટુ-ડોર ગાર્બેજ કલેક્શની અયોગ્ય વ્યવસ્થા

મહાનગરપાલિકા દ્વારા શહેરમાં કતારગામ ઝોન સિવાય ડોર-ટુ-ડોર ગાર્બેજ કલેકશનમાં કચરાગાડી સાથે આવતાં કામદાર દ્વારા દરેક ઘરમાંથી કચરાની પેટી લઈ કચરાગાડીમાં કચરો નાખવામાં આવે છે. પરંતુ કતારગામ ઝોનના ભ્રષ્ટ અધિકારીઓ દ્વારા અનોખી અવ્યવસ્થાનું ટેંડર સભ્યોએ જાતે પોતાનો કચરો કચરાગાડીમાં નાખવો ફરજિયાત છે. જો ઘરનો સભ્ય પોતાનો કચરો ગાડીમાં ન નાંખે તો કચરો કામદાર દ્વારા ઉપાડવામાં આવતો નથી. હવે જો કોઈ ઘરનાં દરેક સભ્યો નોકરી ધંધા અર્થે બહાર ગયાં હોય તો તેમના ઘરમાંથી ક્યારેય કચરાનો નિકાલ થઈ શકે નહિ. આ પરિવારે ફરજિયાતપણે ખુલ્લા રસ્તા પર કચરો નાખવાની ફરજ પડે છે.

ઉપરોક્ત તદ્દન ગેરવ્યાજબી અવ્યવસ્થાને કારણે દરેક સોસાયટીનાં હજારો લોકો કાગડોળે કચરાગાડીની લગ્નની જાનની જેમ રાહ જોતાં જોવા મળે છે. અધિકારીઓ તથા કોર્પોરેટરો દ્વારા લાગુ હાસ્યાસ્પદ અને ગેરવ્યાજબી વ્યવસ્થાને કારણે દરરોજ લાખો લોકો હેરાન થાય છે. કતારગામ ઝોનમાં દરેક વખતે આવી અયોગ્ય તથા નકામી વ્યવસ્થા કરી પ્રજાને અન્યાય કરવામાં આવે છે. સ્થાનિક કોર્પોરેટરો તથા ધારાસભ્યોને પ્રજાની સમસ્યા સાંભળવામાં તથા ઉકેલ લાવવામાં કોઈ રસ દેખાતો નથી. પાલિકાના કમિશનરશ્રીને વિનંતી છે કે કતારગામ ઝોનમાંથી આવી અયોગ્ય વ્યવસ્થા બંધ કરી સમગ્ર શહેરમાં સમાન રીતે ડોર-ટુ-ડોર ગાર્બેજ કલેકશન કરવામાં આવે.
સુરત     – અમિત દેસાઈ- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top