Vadodara

વડોદરામાં “શિવજી કી સવારી”માં ગૃહમંત્રી અમિત શાહ મુખ્ય અતિથિ તરીકે રહેશે ઉપસ્થિત

વડોદરા શહેરમાં ધાર્મિક આસ્થા અને ભક્તિભાવથી ઓતપ્રોત “શિવજી કી સવારી”નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ પાવન પ્રસંગે દેશના ગૃહમંત્રી અમિત શાહ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારશે.

“શિવજી કી સવારી” દરમ્યાન શહેરમાં ભક્તિમય માહોલ સર્જાશે. ભવ્ય શોભાયાત્રા, ધાર્મિક ઝાંખીઓ અને ભજન-કીર્તન સાથે સમગ્ર વાતાવરણ હર હર મહાદેવના જયઘોષથી ગુંજી ઉઠશે. મોટી સંખ્યામાં ભક્તજનો, સામાજિક આગેવાનો અને શહેરના પ્રતિષ્ઠિત નાગરિકો ઉપસ્થિત રહે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.
ગૃહમંત્રીના આગમનને પગલે શહેરમાં વિશેષ સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થાની તૈયારીઓ કરવામાં આવી છે.

આયોજકો દ્વારા કાર્યક્રમને ભવ્ય અને શિસ્તબદ્ધ બનાવવા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.
આ કાર્યક્રમને લઈને વડોદરાવાસીઓમાં ખાસ ઉત્સાહ અને ઉમંગનો માહોલ જોવા મળી રહ્યો છે.

Most Popular

To Top