Vadodara

ફર્નિચરની દુકાનમાં લેતીદેતી મામલે હંગામો,ખુરશી અને લાકડાના ફટકાથી માલિક પર હુમલો

( પ્રતિનિધિ )વડોદરા,તા.11

વડોદરા શહેરના તાંદલજા સનફાર્મા રોડ પર ગેલેક્ષી હોસ્પિટલની બાજુમાં આવેલી લેન્ડમાર્ક ફર્નિચર દુકાનમાં રૂપિયા લેતી-દેતીના મામલે હિંસક દ્રશ્યો સર્જાયા હતા. દુકાન માલિક યામીનભાઈ પર બહારથી આવેલા ચાર જેટલા ઇસમોએ ઉગ્ર બોલાચાલી બાદ લાકડાના ફટકાથી મારામારી કરી હતી. માત્ર એટલું જ નહીં, હુમલાખોરોએ દુકાનમાં ભારે તોડફોડ કરી તેમજ બહાર પાર્ક કરેલી ગાડીઓનું પણ નુકસાન કર્યું હતું. અચાનક બનેલી આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં અફરાતફરી અને ભયનો માહોલ છવાઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જે.પી. રોડ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને પરિસ્થિતિ પર કાબૂ મેળવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે સીસીટીવી ફૂટેજને આધારે તપાસ શરૂ કરી છે.

Most Popular

To Top