Vadodara

બજેટ 2026-27 : ‘જન વિશ્વાસથી જન કલ્યાણ’નો રોડમેપ: અનુરાગ ઠાકુર

વડોદરામાં અનુરાગ ઠાકુરની ઉપસ્થિતિમાં પ્રોફેશનલ મીટ, ઉદ્યોગકારો અને CA સાથે ચર્ચા
(પ્રતિનિધિ), વડોદરા. તા.6
કેન્દ્રીય બજેટ 2026-27ના પ્રચાર-પ્રસાર અંતર્ગત વડોદરાના આઇસીએઆઇ ભવન ખાતે કેન્દ્રીય મંત્રી અને સાંસદ અનુરાગ સિંહ ઠાકુરની વિશેષ ઉપસ્થિતિમાં પ્રોફેશનલ મીટનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં શહેરના અગ્રણી ઉદ્યોગકારો, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, વ્યાવસાયિકો અને બૌદ્ધિક વર્ગે મોટી સંખ્યામાં હાજરી આપી હતી.

બજેટ પર વિસ્તૃત વાત કરતા અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું કે, 53.47 લાખ કરોડનું બજેટ ‘જન વિશ્વાસથી જન કલ્યાણ’નો દસ્તાવેજ છે, જેમાં ખેતીથી લઈને ટેકનોલોજી સુધીના તમામ ક્ષેત્રોને સ્પર્શ કરવામાં આવ્યો છે. કેપિટલ એક્સપેન્ડિચર વધારીને 12.20 લાખ કરોડ રૂપિયા કરવાથી રોજગારીની નવી તકો ઊભી થશે. તેમણે કહ્યું કે, આજે વિશ્વના કુલ ડિજિટલ પેમેન્ટમાંથી 50 ટકા ટ્રાન્ઝેક્શન ભારતમાંથી થાય છે, જે ભારતની ટેક શક્તિ દર્શાવે છે.

ઠાકુરે ગુજરાત માટે થયેલી મહત્વની જોગવાઈઓનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, સુરત માટે નવો ફ્રેટ કોરિડોર, ગાંધીનગરમાં ગ્લોબલ ટ્રેડિશનલ મેડિસિન હબ અને બાયોફાર્મા ક્ષેત્ર માટે 10,000 કરોડનું રોકાણ રાજ્યના વિકાસને નવી ગતિ આપશે.
રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દે તેમણે કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતાં કહ્યું કે, દેશની સુરક્ષા બાબતે કોઈ બેદરકારી સહન નહીં થાય. યુવા શક્તિ પર ભાર મૂકતાં તેમણે જણાવ્યું કે, 2047 સુધી વિકસિત ભારતના નિર્માણમાં યુવાનો મુખ્ય ભૂમિકા ભજવશે.

બજેટમાં આ બાબતોનો સમાવેશ
▪️ કુલ બજેટ : ₹53.47 લાખ કરોડ
▪️ કેપિટલ એક્સપેન્ડિચર : ₹12.20 લાખ કરોડ
▪️ MSME અને Make in Indiaને નવી ગતિ
▪️ મહિલાઓના સશક્તિકરણ માટે ₹5 લાખ કરોડ
▪️ AVGC, ગેમિંગ અને ક્રિએટિવ ઇન્ડસ્ટ્રીને ઉદ્યોગનો દરજ્જો

Most Popular

To Top