Vadodara

પુષ્પા ફિલ્મની સ્ટાઇલમાં ખેરના લાકડાની ચોરી કરતો ટેમ્પા સાથે બે લાખનો મુદ્દામાલ ઝડપી પાડતું બોડેલી ફોરેસ્ટ વિભાગ

બોડેલી :


બોડેલી નસવાડી હાઇવે પર ગત રાત્રિના રોજ એક સફેદ કલરના ટેમ્પો માં લાકડાની ચોરી થઈ રહી છે તેવી માહિતી મળી હતી. તેના આધારે બોડેલી ફોરેસ્ટ વિભાગ દ્વારા નાઈટ પેટ્રોલિંગ ગોઠવી હતી અને ખેર ના લાકડાની ગાડી બોડેલી મોડાસર ચોકડી પાસે આવતા પકડી પાડવામાં આવી હતી.
પુષ્પા ફિલ્મની સ્ટાઈલમાં આ ગાડીમાં ઉપર ભંગાર તથા પ્લાસ્ટિકની બોટલો અને નીચે ખેરના લાકડા દબાવીને છોટા હાથી વાહન દ્વારા લઈ જવામાં આવી રહ્યા હતા.
જે હકીકતની જાણ થતા ફોરેસ્ટ વિભાગની ટીમ સતર્ક થઈ પોતાની સુંદર કામગીરી બતાવી હતી. ખેરના લાકડાના નંગ 86 જેની અંદાજિત રકમ 56000 છે અને સાથે સાથે છોટા હાથી વાહન જેની રકમ 1,50,000 જેવી થાય છે આમ કુલ બે લાખથી વધુ નો મુદ્દા માલ જપ્ત કરવામાં આવ્યો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને મુદ્દા માલ જપ્ત કરી જબુગામ નર્સરી વિભાગમાં મૂકવામાં આવ્યો હતો.

Most Popular

To Top