પ્રતિનિધિ વડોદરા તારીખ 10
હાલમાં સમગ્ર શહેરમાં નવરાત્રી ઉત્સવની ઉજવણી સાથે લોકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વડોદરા શહેર પોલીસ દ્વારા ટ્રાફિક નિભવણી તથા સુરક્ષા માટે વિસ્તૃત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. પરંતુ, છેલ્લા ત્રણ દિવસથી સુભાષનગર ઝુપડપટ્ટી, અકોટા, કોયલી, જવાહરનગર; મન્સુરી કબ્રસ્તાન ,કુંભારવાડા; આજવા રોડ, બાપોદ, તરસાલી, મકરપુરા સહિતના વિસ્તારોમાં કોઇ વિઘ્નસંતોષી ઇસમો દ્વારા ‘ચોર આવ્યા છે ચોર ની બુમ પાડી, આજુબાજુમાં રહેતા લોકોને એકત્રિત કરી, 100 નંબર ઉપર ફોન કરી, ચોર આવ્યા હોવા અંગે વર્ધી લખાવતા હોવાની કિસ્સાઓ બની રહ્યા છે. આ અંગે પીસીઆર વાન અને સબંધિત પોલીસ સ્ટેશનના અધિકારીઓ દ્વારા તપાસ કરાવતા માહિતી ખોટી હોવાનુ જાણવા મળ્યું છે. છેલ્લા ત્રણ દિવસમાં ‘ચોર આવ્યા છે ચોર અંગે મળેલી માહિતીના આધારે થયેલી તપાસ દરમ્યાન કોઇ ચોર કે શકમંદ જોવા આવ્યો નથી. લોકોમાં થયેલી ગેર-સમજને કારણે કેટલીક વખત ગરીબ શ્રમજીવીઓ, ભિખારી કે અન્ય રાહદારીઓને ચોર સમજી સ્થાનિક રહિશો દ્વારા માર મારીને ગંભીર ઇજા કરવામાં આવે તેવી શક્યતાઓ છે. જાહેર જનતાને જણાવવાનું કે, સમગ્ર શહેરમાં રાત્રી દરમ્યાન વડોદરા શહેર પોલીસ દ્વારા નાયબ પોલીસ કમિશ્નર (DCP) કક્ષાના અધિકારીઓના દેખરેખ હેઠળ સ્થાનિક પોલીસ, PCB,SOG, DCB, મહિલા પોલીસ, રાજ્ય અનામત પોલીસ દળ (SRPF) તથા ગ્રહરક્ષક દળ (Home Guard) તૈનાત કરવામાં આવ્યા છે અને PCR Van દ્વારા સતત પેટ્રોલિંગ કરાય છે. ઉપરાંત શહેરના 21 પ્રવેશ-નિર્ગમન દ્વારો ઉપર ચેક પોસ્ટ કાર્યરત કરાઇ છે અને સંવેદનશીલ વિસ્તારોમાં સીસીટીવી કેમેરા અને કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર દ્વારા 24 કલાક બાજ નજર રાખવામાં આવી રહી છે. જેથી સ્થાનિક રહીશોના સુરક્ષા માટે શહેર પોલીસ દ્વારા પુરતી તકેદારી ખાતી હોય, ‘ચોર આવ્યા છે ચોર કહી ખોટી અફવા ફેલાવી લોકોમાં ભય ઉભા કરવાના પ્રયાસ કરનારા તત્વોથી દુર રહેવા અને આપના રહેણાંક વિસ્તારમાં કોઇ પણ શંકાસ્પદ પ્રવૃતિ અંગે જાણકારી મળ્યેથી, કોઇ પણ રીતે કાયદો હાથમાં લીધા વગર 100 ઉપર જાણ કરવા પોલીસ તંત્રે અપીલ કરી છે.
‘ચોર આવ્યા છે ચોર’: ખોટી અફવા ફેલાવતા તત્વોથી દૂર રહેવા પોલીસની અપીલ
By
Posted on