Vadodara

દિવાળીપુરા કોર્ટ પાસે 19 વર્ષીય યુવકની છરાના ઘા મારી હત્યા

બે સગીર મિત્રોએ જ અગમ્ય કારણોસર મિત્રને મોતને ઘાટ ઉતાર્યો

દિવાળીપુરા કોર્ટ વિસ્તારમાં રહેતા 19 વર્ષીય યુવકને મળવા માટે બોલાવ્યો હતો. ત્યારબાદ એક જણાએ તેનું ગળુ પકડી રાખ્યું હતું. જ્યારે અન્યએ અગમ્ય કારણોસર છરાથી ઉપરાછાપરી છરાના ઘા કરીને યુવકને મોતને ઘાટ ઉતારી દીધો હતો. અકોટા પોલીસે કાયદાના સંઘર્ષમાં આવેલા બંને સગીરને ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડ્યા હતા.

વડોદરા શહેરમાં છેલ્લા છ દિવસમાં આ હત્યાનો ત્રીજો બનાવ નોંધાવવા પામ્યો છે જેમાં દિવાળીપુરા વિસ્તારમાં આવેલી અયોધ્યા નગર સોસાયટીમાં રહેતા દીસાંત વિરેન્દ્રસિંહ રાજપુત (ઉ. વ.19)ને તેના સગીર મિત્ર એ બુધવારે રાત્રે ફોન કરીને દિવાળીપુરા ગાર્ડન પાસે બોલાવ્યો હતો.જેથી નિશાંત તેના મિત્ર સાથે દિવાળીપુરા ગાર્ડન પાસે ગયો હતો.ત્યારે બે સગીર મિત્રો ત્યાં હાજર હતા. તેઓએ દીક્ષાંત સહિત તેના મિત્રને અહીંયાથી બીજે ક્યાં બેસવા જઈ કહી દિવાળીપુરા કોર્ટ પાસેની કીર્તિ પેલેસ સોસાયટીના પાસે કઈ ગયા હતા. ત્યારબાદ અગમ્ય કારણોસર એક સગીર યુવકે દિશાંતનું ગળુ દબાવી પકડી રાખ્યુ હતું અને અન્યાએ છરાથી છાતીના ભાગે ઉપરાછાપરી ઘા મારી દીધા હતા. જેમાં યુવક લોહી લુહાણ હાલતમાં જમીન પર ફસાઈ પડ્યો હતો. યુવકને હોસ્પિટલમાં મોકલી આપતા ત્યાં સારવાર દરમિયાન યુવકનું મોત નીપજ્યું હતું.છરાનો ઘા માર્યા બાદ સગીર વયના હત્યારાઓ સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. જેની જાણ અકોટા પોલીસને થતા તુરંત ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી અને લાશને પીએમ માટે હોસ્પિટલમાં ખસેડી કાયદાના સંઘર્ષમાં આવેલા બંને સગીર હત્યારાઓને ઝડપી પાડી આગળની હાથ ધરી છે.

Most Popular

To Top