Madhya Gujarat

આણંદમાં જાહેરમાં જુગાર રમતાં આઠ શખ્સ પકડાયાં

આણંદ શહેર પોલીસે દરોડો પાડી 21 હજાર ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કર્યો
(પ્રતિનિધિ) આણંદ તા.27
આણંદ શહેર પોલીસે બાતમી આધારે સલાટીયા રોડ પર મન્નત રેસીડન્સી પાછળ દરોડો પાડી ખુલ્લામાં જુગાર રમતાં આઠ શખ્સને પકડી પાડ્યાં હતાં અને તેમની પાસેથી 21 હજાર ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આણંદ શહેર પોલીસ પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે, મન્નત રેસીડન્સી પાછળ ખુલ્લા ખેતરમાં કેટલાંક શખ્સ હારજીતનો જુગાર રમી રહ્યાં છે. આ બાતમી આધારે પોલીસે ટીમ બનાવી 26મીની મોડી સાંજે દરોડો પાડ્યો હતો. આ દરોડામાં વિસ્તાર કોર્ડન કરી આઠ શખ્સને પકડી પાડ્યાં હતાં. આ શખ્સોની પુછપરછ કરતાં તે યાસીન સફીમહંમદ વ્હોરા, ઇકબાલ અબ્દુલ મલેક, સલીમ દાઉદ વ્હોરા, સમીર સીરાજ વ્હોરા, ઇમ્તીયાજ અબ્દુલકરીમ વ્હોરા, સકીલ ઇબ્રાહીમ વ્હોરા, સાહિલ ઇરફાન વ્હોરા અને વારીસ સુભાષા દિવાન હોવાનું જણાવ્યું હતું. આણંદ પોલીસે કાર્યવાહી કરતાં સ્થળ પરથી રોકડા અને મોબાઇલ મળી કુલ રૂ.21,080નો મુદ્દામાલ જપ્ત કરી તમામ સામે ગુનો નોંધ્યો હતો.

Most Popular

To Top