Vadodara

સમગ્ર રાજ્યમાં ધૂમ્મસની ચાદર સાથે શીતલહેર છવાઇ

ગાંધીનગર : ઉત્તર – પશ્વિમી પવનના કારણે આજે વિદાય લઈ રહેલા 2023ના વર્ષના અંતિમ દિવસે એટલે કે 31મી ડિસેમ્બરે રાજયમાં ઠંડી યથાવત રહી છે. આજે દિવસ દરમિયાન કચ્છના નલિયામાં ઠંડીનો પારો 11 ડિગ્રીએ પહોંચ્યો હતો. ખાસ કરીને કચ્છ સિવાય ઉત્તર ગુજરાતમાં પણ ઠંડીનો ચમકારો વધ્યો છે. રાજયના વિવિધ શહેરોમાં આજે પણ વહેલી સવારે ગાઢ ધૂમ્મસની ચાદર છવાયેલી જોવા મળી હતી. જેના કારણે વાહન ચાલકોને નજીકનું પણ નહીં દેખાવવાના કારણે મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો.
અમદાવાદના એરપોર્ટ કેમ્પસમાં આવેલા હવામાન વિભાગના સત્તાવાર સૂત્રોએ કહ્યું હતું કે, રાજયના અન્ય શહેરો પૈકી અમદાવાદમાં 16 ડિ.સે., ડીસામાં 14 ડિ.સે., ગાંધીનગરમાં 14 ડિ.સે., વલ્લભ વિદ્યાનગરમાં 19 ડિ.સે., વડોદરામાં 17 ડિ.સે., સુરતમાં 20 ડિ.સે.,વલસાડમાં 20 ડિ.સે., ભૂજમાં 13 ડિ.સે., નલિયામાં 11 ડિ.સે., કંડલા પોર્ટ 16 ડિ.સે., કંડલા એરપોર્ટ પર 13 ડિ.સે., અમરેલીમાં 16 ડિ.સે., ભાવનગરમાં 18 ડિ.સે., રાજકોટમાં 14 ડિ.સે., સુરેન્દ્રનગરમાં 15 ડિ.સે., કેશોદમાં 16 ડિ.સે. લઘુતમ તાપમાન નોંધાવવા પામ્યું હતું.

Most Popular

To Top