Charchapatra

ભારતને ભારત નામ આપવાનો શોર કરી ખરી સમસ્યા છુપાવાય છે

મોદી સરકારે મેં 2014 થી દેશનું સુકાન સંભાળ્યું છે  એટલે હાલ એમને નવ વર્ષ પૂરા થયેલા કહેવાય! ખુબ જ આનંદની વાત! આ નવ વર્ષ દરમ્યાન એમણે મેઇક ઇન ઇન્ડીયા, સ્કીલ ઇન્ડીયા,સ્ટાર્ટઅપ ઇન્ડિયા, સ્ટેંડ અપ ઇન્ડિયા, ડીજીટલ ઇન્ડિયા, જીતેગા ઇન્ડિયા, પઢેગા ઇન્ડિયા જેવી યોજનાઓને નામો આપ્યા છે અને હવે અચાનક નવ વ,ર્ પચી એમને દેશનું નામ ઇન્ડિયા બદલીને ભારત કરવાનો વિચાર કેમ આવ્યો? વિરોધ પક્ષના ગઠબંધનવાળી પાર્ટી INDIA ને જે સફળથા મળી રહી છે તેને કારણે ? આ નામ દેશમાં વધુ પ્રચલિત થાય તે પહેલા એનો અંત લાવવા ‘ભારત’ ના નામનો અપ્રતિમ વિચારએમણે દેશ સમક્ષ મૂકયો અને ક્રમશ) એનો અમલ શરૂ કરાવી દીધો છે!

હવે ભૂતકાળ જોઇએ તો પંડીત નહેરુએ એક પુસ્તક લખેલું જેનું નામ હતું. ભારત એક ખોજ, હાલ જેઓ60-65 વર્ષના છે તેમને ખબર હશે કે શાળાના પાઠ્ય પુસ્તકોમાં પ્રથણ પાને એક પ્રતિજ્ઞાપત્ર આવતું જેની શરૂઆત ભારત મારો દેશ છે થી થતી, રાજીવગાંધીએ મેરા ભારત મહાન સૂત્ર આપ્યું હતું અને રાહુલ ગાંધી યાત્રાનંુ નામ પણ ભારત જોડો યાત્રા જ હતું!હાલની ચલણી નોટો અને સિક્કાઓ ઉપર રીઝર્વ બેંક ઓફ ઇન્ડીયા અને પાસપોર્ટ ઉપર રીપબ્લીકન ઓફ ઇન્ડીયા લખ્યું છે તેનું શું કરશો? એટલે પ્રશ્ન થાય કે નવ વર્ષ પચી નામ બદલવાનો વિચાર કેમ આવ્યો? બહુ જ સ્પષ્ટ છે. 2024ની ચૂંટણી લડવા માટે જનતાનું ધ્યાન બેરોજગારી, મોંઘવારી, ગરીબી, ભ્રષ્ટાચાર અને મણિપુર જેવા મુદ્દાઓ ઉપરથી ફેરવીને આ ભારત નામના નવા અમોધ શસ્ત્ર ઉપર જનતાનું ધ્યાન કેન્દ્રીત કરવું!હવે શું કરવું એજનતા જનાર્દન ના હાથમાં છે!!
સુરત     – ભાર્ગવ પંડયા- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

માઈક પકડવાનો રોગ (મારે પણ કંઈક કહેવું છે)
નેતા પોતાનાં ભાષણમાં અમર્યાદ  બોલે તે  તો સ્વીકારી લીધેલી બાબત છે.પરંતુ કોઈ પણ વ્યકિતનું વક્તવ્ય  અસરકારક  ત્યારે જ બને જયારે પોતે અમલમાં મૂકેલું રજૂ કરતાં હોય અથવા એવી રજૂઆત હોય જે પછીથી અમલમાં મૂકાવાની હોય . સામાન્ય જન  કે પછી કોઈ પણ  ક્ષેત્રમાંથી  નિવૃત્ત થયેલ  વ્યકિત દરેકને માઈક  પકડવાનો રોગ  લાગુ પડ્યો  છે. ઘણાંના વક્તવ્યમાં માધુર્યનો અભાવ, વક્તવ્યની નિપુણતા ન હોય,  છતાં બોલ્યે રાખતાં હોય છે ત્યારે શ્રોતાઓને તેમને સહન કરવા સિવાય કોઈ વિકલ્પ હોતો નથી.

આજે જ્યાં જુઓ ત્યાં  દરેકને કંઈક  કહેવું છે – વ્યક્ત થવું છે. સાંભળવું કોઈને નથી. સારા વક્તા  ને સુજ્ઞ  શ્રોતા  મળી  રહે એ આદર્શ  પરિસ્થિતિ  છે.  પરંતુ  ઘણાં  હાથમાં માઈક આવ્યા  પછી તેને  સમયસર  છોડવા તૈયાર  નથી હોતાં. સમયમર્યાદા  વીતી જાય પછી તેમને ડાયસ  પરથી બેલ મારવો પડે છે. એટલે હવે તો વક્તવ્ય માટે મિનિટ  નક્કી કરવામાં આવે છે.  બધાંને કહેવું છે , પણ સાંભળવું કોઈને નથી તેથી કેટલીક સામાન્ય સભાઓ (અસામાન્ય) બની રહેતી હોય છે.
સુરત     – વૈશાલી શાહ- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top