National

મણિપુરમાં હિંસાનો ખેલ યથાવત: મહિલાઓ પર ક્રૂરતા બાદ હવે વધુ એક વીડિયો થયો વાયરલ

મણિપુર: મણિપુરમાં (Manipur )કુકી સમુદાયની બે મહિલાઓ સાથે થઇ ક્રૂરતાના વાયરલ વીડિયોએ (Viral video) સમગ્ર દેશને (India) શર્મસાર કર્યુ હતું. જો કે હજી પણ મણિપુરમાં હિંસક કૃત્યોનો અંત આવ્યો નથી. મણિપુરથી વધુ એક ભયાનક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં કુકી સમુદાયના એક વ્યક્તિના કપાયેલ માથાને વાંસની ફેંસિંગ પર લટકાયેલ જોવી મળી શકે છે. આ મૃતક વ્યક્તિની ઓળખ ડેવિડ થીક તરીકે થઇ છે. પોલીસે (Police) આ મુદ્દે વધુ તપાસની તજવીજ હાથ ધરી છે. એટલું જ નહીં મણિપુરમાં મહિલાઓ પર બળાત્કારના મુખ્ય આરોપીઓમાંથી એકનું ઘર મહિલાઓના ટોળાએ સળગાવી દીધું છે.

મળતી માહિતી મુજબ કપાયેલા માથાનો વીડિયો બિષ્ણુપુર જિલ્લાનો છે. આમાં કુકી સમુદાયના ડેવિડ થીકનું કપાયેલું માથું રહેણાંક વિસ્તારમાં વાંસની ફેંસિંગ પર રાખવામાં આવ્યું છે. એવું માનવામાં આવી રહ્યું છે કે 2 જુલાઇના રોજ હિંસા દરમિયાન આ વ્યક્તિનું મોત થયું હતું. જો કે આ સિવાય હિંસામાં ત્રણ લોકોના મોત થયા હતા.

મણિપુરમાં મહિલાઓ પર બળાત્કારના મુખ્ય આરોપીઓમાંથી એકનું ઘર મહિલાઓના ટોળાએ સળગાવી દીધું છે. આ ઘટના ચેકમાઈ વિસ્તારની છે. એકાએક ટોળાએ આરોપીના ઘરને આગ લગાવી દીધી હતી. તેનો વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે, જેમાં જોવા મળી રહ્યું છે કે તેમાં મોટા ભાગની મહિલાઓ છે. મુખ્ય આરોપીનું નામ ખુયરુમ હેરદાસ છે. મણિપુરની મહિલાઓને નગ્ન કરીને નિર્દયતાથી મારવામાં આવતા વીડિયોના મામલામાં મુખ્ય આરોપી ખુયરુમ હેરાદાસની પોલીસે ગુરુવારે થૌબલ જિલ્લામાંથી ધરપકડ કરી હતી. આ કેસમાં પોલીસે અત્યાર સુધીમાં ચાર લોકોની ધરપકડ કરી છે.

આ પહેલા બુધવારે મણિપુરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આમાં જોઈ શકાય છે કે ટોળું કુકી સમાજની બે મહિલાઓને નગ્ન અવસ્થામાં રસ્તા પર ફરે છે. એટલું જ નહીં મહિલાઓ સાથે અભદ્રતા અને બળાત્કાર પણ કરવામાં આવ્યો હતો. આ વીડિયો 4 મેની ઘટનાનો જણાવવામાં આવી રહ્યો છે. આ ઘટનાનો વીડિયો વાયરલ થયા બાદ મણિપુરમાં ફરી તણાવ વધી ગયો છે.

Most Popular

To Top