ખેરગામ : નવસારી (Navsari) જિલ્લાના ખેરગામ (Khergam) ખાતે હિન્દુ (Hindu) યુવતીને વિધર્મી યુવકે લગ્નની લાલચે પ્રેમજાળમાં (LoveTrap) ફસાવી લવ જેહાદમાં (LoveJihad) પોતે ફસાય નહીં તે માટે હત્યાના (Murder) આરોપી એવા હિન્દુ મિત્ર સાથે લગ્ન (Merriage) કરાવી દેવાના બનાવમાં મુખ્ય આરોપી અસિમ શેખની નવસારી (Navsari) એલસીબીની ટીમે ધરપકડ (Arrest) કરી છે. આરોપી અસિમ શેખને કોર્ટમાં રજૂ કરી પોલીસે ૧૩ જુલાઈ સુધીના રિમાન્ડ મેળવ્યા છે.
નવસારી જિલ્લાના ખેરગામ ખાતે રહેતી હિન્દુ યુવતીને લગ્નની લાલચે ફસાવીને બળાત્કાર ગુજારનાર ખેરગામના વિધર્મી આરોપી અસિમ નિઝામ શેખે પોતે લવ જેહાદમાં ફસાય નહીં તે માટે તેના મિત્ર અને બીલીમોરામાં થયેલી હત્યાના આરોપી રોનક પટેલ સાથે યુવતીના લગ્ન કરાવી નાખ્યા હતા.
જોકે સમગ્ર ઘટના બાબતે યુવતીએ ખેરગામ પોલીસમાં ફરિયાદ નોધાવતા ખેરગામ પોલીસે અસિમ શેખ અને તેના મિત્ર રોનક પટેલ વિરૂદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી. નવસારી જિલ્લા પોલીસ વડાએ એક પીઆઈ અને બે પીએસઆઈ સહિતની પોલીસ ટીમ બનાવી આ ગુનાની તપાસ હાથ ધરી હતી.
પરંતુ ત્યારબાદ રાજ્યના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ દરમ્યાનગીરી કરીને આરોપીઓને તત્કાલ ઝડપી પાડવા માટે નવસારીના પોલીસ તંત્રને આદેશ કરતા હરકતમાં આવેલા પોલીસ તંત્રએ સમગ્ર ઘટનાની તપાસ નવસારી એલસીબી પીઆઈ દિપક કોરાટને સોંપતા એલસીબીની ટીમે ગણતરીના દિવસોમાં જ ઘટનાના મુખ્ય સુત્રધાર આરોપી એવા અસિમ નિઝામ શેખની મુંબઈથી ધરપકડ કરી હતી. આરોપીને મંગળવારે કોર્ટમાં રજુ કરતા કોર્ટે ૧૩ જુલાઈ સુધીના રીમાન્ડ મંજુર કર્યા છે. તો બીજી તરફ અન્ય આરોપી રોનક પટેલની શોધખોળ એલસીબી પોલીસ કરી રહી છે.
ઘરમાં ઘુસી એકલતાનો લાભ લઈ ૧૫ વર્ષની કીશોરીની લાજ લેવાનો પ્રયાસ
સુરત : ડભોલી ખાતે થોડા દિવસ પહેલા પત્ની સાથે ભાડે મકાન જોવા આવેલા યુવકે 15 વર્ષની કિશોરીની ઘરમાં આવીને છેડતી કરી હોવાની ફરિયાદ સિંગણપોર પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી છે.
ડભોલી ગામમાં રહેતી અને શાકભાજી વેચીને પરિવારનું ગુજરાન ચલાવતી ૩૭ વર્ષીય રીટાબેન (નામ બદલ્યું છે) એ તેમની ૧૫ વર્ષની પુત્રીની છેડતી કરનાર દિનેશભાઇ મનજીભાઇ પટેલીયા (રહે-ગામ-ભુભલી તા-ઘોઘા જી-ભાવનગર)ની સામે સિંગણપોર પોલીસ સ્ટેશનમાં છેડતીની ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદમાં જણાવ્યા મુજબ રીટાબેન ગત ૨૪ જુને શાકભાજી વેચવા તેમની નાની દિકરીને લઈને ગઈ હતી. દરમિયાન તેમનો મોટો પુત્ર અને ૧૫ વર્ષની પુત્રી આરતી (નામ બદલ્યુ છે) ઘરે એકલા હતા. તે સમયે એક અજાણ્યો પુરૂષ ઘરે આવ્યો હતો. અને આરતીને તારા પપ્પા ઘરે છે તેવુ પુછતા તેણે મારા પપ્પા ઘરે નથી તેમ કહ્યું હતું. અજાણ્યાએ આરતીને ૧૦૦ રૂપિયાની બે નોટ આપી હતી.
આરતીએ તમે મને શા માટે રૂપિયા આપો છો ? તેમ કહેતા અજાણ્યાએ હું નાની છોકરીને દાન કરૂ છું તેમ કહ્યું હતું. ત્યારબાદ આરતી રોટલી કરવા માટે ગયાના પાંચેક મિનિટ પછી પણ અજાણ્યો ઘરના દરવાજામાં ઉભો હતો. પાણી માંગતા આરતી ઘરમાં ફ્રીજમાંથી પાણીની બોટલ લેવા ગઈ ત્યારે અજાણ્યાએ પાછળ પાછળ આવી આરતી પાસે ઉભો રહ્યો હતો. આરતી ગભરાઇ જતા પાણીની બોટલ આપતી વખતે અજાણ્યાએ ૫૦૦ ની બે નોટ બતાવી બદઇરાદે ગંદા ઇશારા કરી આરતીને મારી સાથે ચાલ તેમ કહી છેડતી કરી હતી.
આરતીનો ભાઈ જોઈ જતા તે અજાણ્યો ભાગી ગયો હતો. રાત્રે આરતીએ તેની માતાને આ ઘટનાની જાણ કરતા તેમણે તપાસ કરી હતી. ત્યારે અજાણ્યો થોડા દિવસ પહેલા તેની પત્ની સાથે તેમના ત્યાં રૂમ ભાડેથી રાખવા માટે પુછવા આવ્યો હતો. અને તેનું નામ દિનેશભાઇ મનજીભાઇ પટેલીયા હોવાનું જાણવા મળ્યું હતું. સિંગણપોર પોલીસે છેડતીની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.