ઉમરગામ: (Umargam) વાપીમાં રહેતી ગર્લફ્રેન્ડે (Girl Friend) તેના મિત્રને ફોન (Phone) કરી તેમના ફોટો-વીડિયો (Photo-Video) બતાવી હેરાન-પરેશાન કરનારને સમજાવવા માટે બોલાવ્યો હતો અને તે બાદ હેરાન કરનાર વાપી લખમદેવ ગાર્ડન પાસે આવી બોલાચાલી કરતા ગર્લફ્રેન્ડનો મિત્ર સમાધાન માટે વચ્ચે પડયો હતો અને તે બાદ સામાવાળાએ વલવાડા બોલાવ્યો હતો અને ત્યાં ચાર ઈસમોએ તેને ઢીબી નાંખ્યો હતો. જે બનાવ અંગેની ફરિયાદ ભિલાડ પોલીસ મથકે (Police Station) નોંધાવા પામી હતી.
- ગર્લફ્રેન્ડને હેરાન નહીં કરવાના ઝઘડામાં વચ્ચે પડેલા વાપીના યુવકને વલવાડામાં ચાર ઈસમોએ માર માર્યો
- મંગલ અને તેનો મિત્ર ભાવેશ સાથે બાઈક ઉપર સાબીદઅલી બેસી ગયા હતા અને વલવાડા ગામની અવાવરૂ જગ્યાએ રાત્રીના સમયે પહોંચ્યા હતાં
પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગત મુજબ વાપીમાં રહેતી એક યુવતીને તેનો જૂનો મિત્ર મંગલ અશોક કુંભકર (રહે. વલવાડા) ફોટો અને વિડિયોને આધારે હેરાન કરતો હતો. મંગલે યુવતીને વાપી લખમદેવ તળાવ પાસે મળવા બોલાવ્યા હતા. ત્યારે યુવતીએ આ અંગે મૂળ યુપી અને હાલ વાપી સરદાર માર્કેટ પાસે રહેતા મિત્ર સાબિદઅલી કાદિરઅલી શેખ (ઉ.વ.19)ને જણાવ્યું અને તેને પણ હાજર રહેવા કહ્યું હતુ. જેના કારણે સાબિદઅલી પોતાના મિત્ર કરીમ અને અરમાન સાથે ત્યાં પહોંચ્યો હતો. ત્યાં મંગલ અને યુવતી વચ્ચે થોડી રકઝક બાદ સાબિદ અલી વચ્ચે પડ્યો હતો અને તેઓએ તેમની સાથે આવવા જણાવ્યું હતું.
તેઓ મંગલ અને તેનો મિત્ર ભાવેશ સાથે બાઈક ઉપર સાબીદઅલી બેસી ગયા હતા અને વલવાડા ગામની અવાવરૂ જગ્યાએ રાત્રીના સમયે પહોંચ્યા હતાં. અને મંગલે બોલાચાલી કરી હતી અને મંગલે તેમના ભાઈને પણ બોલાવી લીધો હતો. જે બાદ ભેગા થયેલાઓએ તેમને ગડદા-પાટુ તથા ઢીક્કામુક્કીનો માર માર્યો હતો. જે બાદ સાબીદઅલીએ તેમના મિત્રને ફોન કરતા ફરદીન, સોહેલખાન સહિતનાઓ ત્યાં આવી પહોંચ્યા હતાં. જો કે, મંગલ સહિત તેનો ભાઈ તથા મિત્રો મારવાની ફિરાકમાં હોય જેથી મદદે પહોંચેલા મિત્રો ભાગી છૂટયા હતાં. જેમાં એક મિત્રને સોહેલને લાકડાનો ફટકા માર્યા હતાં. આ અંગે સાબિદઅલીએ ભિલાડ પોલીસ મથકમાં મંગલ કુંભકર તથા તેનો ભાઈ રાકેશ કુંભકર તથા અન્ય બે ઈસમો સામે ફરિયાદ નોંધાવી હતી.