સુરતમાં રાહુલ ગાંધી એક બદનક્ષીનાં ગુન્હા સબબ તળે આરોપી તરીકે પધાર્યા અને એ કામમાં કોર્ટે કસુરદાર ઠેરવી સજા સુણાવી કિન્તુ જેલમાં 1 દિવસ માટે પણ કસ્ટડી નહીં લઈ, વાંધા સાથે અપીલ કરવાના હોય હાલ જામીન મુક્ત કર્યા ! આમ બંધારણીય હક્કો મુજબ તહોમતદાર પોતાનો બચાવ સુપ્રીમ સુધી કરી શકે છે, ભારતીય કાયદા અનુસાર કહેવાતી છીનાર બાઈને છીનાર કહી શકાતું નથી, આખું ગામ તેણીનાં કથિત સંબંધો છેક પ્રધાનો સુધીના મહાનુભાવો સાથે સુવા બેસવાના યા પછી સુવાળા હોય અને એ જગ જાહેર હોવા છતાં પણ અંગત જીવનમાં લાંછન,નામોશી,બટ્ટો કે અપકીર્તિ લગાડી નહીં શકાય ! રાજકારણ ગંદુ અને ભ્રષ્ટ હોવાથી એકમેક પર પૂર્વગ્રહ દાખવી છાંટા ઉડાવવા એ એક સામાન્ય બાબત છે, પરંતુ ઘણા કિસ્સામાં અંગુલી ચીંધી બદનામ કરવામાં આવે છે.
આંગળી ચીંધનારને ખબર હોતી નથી કે પોતાના તરફ ચાર આંગળી હોય છે,કોર્ટમાં સત્ય નહીં પણ સાબિત થયેલ સત્ય ચાલે છે, કોર્ટ લાગણી સંબંધ નહીં પણ ગુણદોષને આધારે રેકર્ડ ઉપરના પુરાવા ધ્યાને રાખે છે,માઁ ને બાપની બૈરી અથવા કાણાંને કાંણો યા ગાંડાને ગાંડો કહી શકાય નહીં,અંધજનને સૂરદાસ કહેવો પડે કેમ કે, આત્મસન્માન,ગૌરવ સામેની વ્યક્તિનું હણાવુ નહીં જોઈએ,બદ સારો પણ બદનામ નકામો ! કિન્તુ અમુક ભણેલા ગણેલા વ્યક્તિ પણ પોતાનો વિવેક ભાન અને મગજ જેવી કોઈ સ્થિર ચીજ નહીં હોવાથી કાબુ ગુમાવી બેસતા હોય છે જેને કારણે ઘણી જગ્યાએ કડવાશ થતા મીઠા કૌટુંબિક અને મિત્રચારી સંબંધો તૂટતા હોવાનાં અનેકો દાખલા જોવા મળતા હોય છે એ માટે પાગલ ખાનામાં ભરતી અને માનસિક ઈલાજ પણ ખૂબ જ જરૂરી રહેલો છે!
સુરત – સુનીલ રાજેન્દ્ર બર્મન – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.