ગાંધીનગર: સુરત (Surat) જિલ્લામાં વર્ષ ૨૦૨૧ અને વર્ષ ૨૦૨૨માં બિનખેતીની (Uncultivated) પરવાનગી માંગતી કુલ ૬૪૩૬ અરજીઓ મળી હતી. જે પૈકીની ૩૯૬૩ જેટલી અરજીઓને મંજૂરી આપવામાં આવી છે, તેવુ વિધાનસભામાં પ્રશ્નના લેખિત જવાબમાં મંત્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું.
મંત્રી બળવંતસિંહ રાજપૂતે વધુમાં કહ્યું હતું કે, ૩૧-૧૨-૨૦૨૨ની સ્થિતિએ બિનખેતી પરવાનગી માટે મળેલી અરજીઓ પૈકીની ૬૯૨ અરજીઓ પેન્ડિંગ હતી. જેમાંથી હાલ સુધીમાં ૬૫૩ અરજીઓનો નિકાલ કરવામાં આવતા માત્ર ૩૯ અરજીઓ જ પેન્ડિંગ છે. આ પેન્ડિંગ અરજીઓમાંથી કોઈપણ અરજી છ માસથી ઉપરના સમયથી પેન્ડિંગ નથી. આ અરજીઓનો પણ સત્વરે નિકાલ કરવામાં આવશે.