સુરત : કિશોરીને ઇન્સટાગ્રામ પર યુવકની સાથે દોસ્તી કરવાનું ભારે પડી ગયું હતું. યુવકે ધીરેધીરે દોસ્તી કરવાનું નાટક કરી કિશોરીને રૂબરૂ મળવાં બોલવી તેણી સાથે છેડતી કરતાં કિશોરીએ બૂમો પાડી પીછો છોડાવ્યો હતો.
આ કેસમાં કેવલ આંબલિયા( ઉ. વર્ષ 20, રહે. સંતોષીકૃપા સોસાયટી, બાપા સીતારામ સોસાયટી, કતારગામ) સામે પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી. કેવલે 16 વર્ષીય કિશોરી સાથે ઈન્સ્ટાગ્રામ પર દોસ્તી કર્યા બાદ તેની સાથે ઓન લાઇન પ્રેમાલાપ કર્યો હતો. દરમિયાન કેવલે કિશોરીને રૂબરૂ મળવા નહિં આવે તો તેની તમામ પોસ્ટ તેના પરિવારજનોને બતાવવી દેવા ધમકી આપી હતી. આથી કિશોરી કેવલને મળવા જતા યુવક તેને ઓલપાડના કરમલા ખાતે લઇ ગયો હતો. જ્યાં તેણે કિશોરીના છાતીના ભાગે સ્પર્શ કરતાં ચેતી ગયેલી કિશોરીએ બૂમ બરાડા પાડીને પીછો છોડાવ્યો હતો. આ ઘટના બાદ કેવલે કિશોરીની સ્કૂલ પર પીછો કરવાનું શરૂ કર્યું હતું. કિશોરીના પરિવારજનો દ્વારા કેવલની સમજાવટ કરવામાં આવી હતી છતાં તેણે કિશોરીને હેરાન કરવાનું ચાલુ રાખતા મામલો ચોકબજાર પોલીસ મથકે પહોંચ્યો હતો જ્યાં કેવલ આંબલિયા સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.
આઠ મહિનાથી ફેક ફેસબુક આઇડી બનાવીને રાદડિયા પરિવારને રંજાડતા ઇસમ સામે પોલીસ ફરિયાદ
સુરત : નવ મહિનાથી રાદડિયા પરિવારને ફેસબુક પર અને ફોન પર હેરાન પરેશાન કરનાર અજાણ્યા ઇસમ સામે સિંગણપોર પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ફેસબુક પર આ પરિવાર ચીટીંગકરે છે તથા ફરિયાદીના પત્ની વિશે ગમે તેમ આઇડી બનાવીને બદનામ કરાતા છેવટે રાદડિયા પરિવારે પોલીસની આસરો લીધો હતો. પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.
ચમનભાઈ જીવનભાઈ રાદડીયા (ધંધો- વેપાર, રહેવાસી ઘર નંબર 35, જીલપાર્ક , કતારગામ- સિંગણપોર. મૂળવતન તા.જસદણ જી.રાજકોટ) દ્વારા કરાયેલી પોલીસ ફરિયાદ મુજબ ગત 7મી જુલાઇ 2022ના રોજ તેમના ભાઇ અરવિંદભાઈએ ફોન કરીને તેઓને જણાવ્યું હતું કે સેજલ સાકરીયા નામની આઇડી પર તેમના તથા આખા પરિવારના ફોટા અપલોડ કરેલા છે. આ આઇડીમાં ‘આ પરિવારથી સાવચેત રહેવું . લોકોની મિલકત અને પૈસા પડાવે છે તથા ખાઇ જાય છે. તેમ લખેલું છે‘. સુરતમાં તેમની સામે 420નો દાવો ચાલે છે. આ લોકોનો બિઝનેશ ગારિયા કાઢવાનો છે. આમ માનહાનિ કરતા વાકયો પોસ્ટમાં લખેલા હતા. ત્યારબાદ ભાવના મુકેશ રાદડિયા લખેલું ફેસબુક આઇડી પણ કોઈએ બનાવ્યું હતું તેમાં ફ્રેન્ડ રિકવેસ્ટ તેમના ફોન પર આવી હતી. ફેસબુક ડીપીમાં પરિવારના સભ્યોના ફોટાનો ઉપયોગ કર્યો હતો તથા ઘરનું સરનામુ આંબા તળાવડી, કતારગામ, સિંગણપોર લખી તેમાં તેઓના તથા તેમના ભાઇ મુકેશનો મોબાઇલ નંબર પણ લખ્યો હતો.
આ ઉપરાંત અજાણ્યા મોબાઇલ પરથી તેઓ પર અને તેમની પત્ની ભાવના પર કોલ આવતા હતા જેમાં અભદ્ર વાતચીત કરી હેરાન પરેશાન કરવામાં આવતા હતા. જેથી તેઓએ ફેસબુકને ફરિયાદ કરતા આ આઇડી બ્લોક કરી દેવામાં આવી હતી. ત્યારબાદ તેઓ ઉતરાખંડ ફરવા ગયા ત્યારે કોઇ અજાણ્યાએ તેમને ફોન કરીને તેમની પત્ની વિશે એલફેલ વાત કરી હતી તથા મેસેજ કર્યા હતા. બાદમાં ફરીથી ભાવના ચમન રાદડિયા નામની આઇડી કોઈએ બનાવીને તેની પર તેમના પરિવાર અને તેમની પત્ની વિશે ખોટી ટીપ્પણી કરીને હેરાન પરેશાન કરી નાંખ્યા હતા. આથી આ મામલે સિંગણપોર ડભોલી પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જેના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.