સાપુતારા : ડાંગ જિલ્લાનાં આહવા (Ahawa) તાલુકાનાં ચિરાપાડા ગામે દંપતિ વચ્ચે સ્ટ્રોબેરી (Strawberries) ખાવાનાં ઝઘડામાં પતિને માઠું લાગી આવતા ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે. પ્રાપ્ત વિગતો અનુસાર રાહુલભાઈ રામદાસભાઈ ચૌધરી (રહે. ચિરાપાડા તા.આહવા)નાં માતા પિતા ગામ નજીક આવેલા ઈટનાં ભઠ્ઠા (Brick kilns) પર મજૂરી કામ (Labor Work) કરવા માટે ગયા હતા. જેથી પતિ રાહુલ ચૌધરી અને પત્ની શોભાબેન ચૌધરી ઘરમાં હતા. જ્યાં પતિ રાહુલ ચૌધરીએ પત્ની શોભાબેન ચૌધરીને સ્ટ્રોબેરી ખાવાનું કહેતા પત્નીએ સ્ટ્રોબેરી ખાવાની ના પાડતા મનમાં લાગી આવ્યુ હતુ.
- સ્ટ્રોબેરી નહીં ખાવા બાબતની તકરારમાં પતિ રાહુલ ચૌધરીને મનમાં લાગી આવ્યું
- સાપુતારા પોલીસ મથકની ટીમને થતા પોલીસની ટીમ તુરંત જ ઘટના સ્થળે ધસી ગઈ
- ડાંગમાં દંપતિ વચ્ચે સ્ટ્રોબેરી ખાવા બાબતે ઝઘડો થતા પતિએ આવું પગલું ભર્યું હતું
સ્ટ્રોબેરી ખાવાની ના પાડતા મનમાં લાગી આવ્યુ હતુ
પતિ પત્ની વચ્ચે સ્ટ્રોબેરી નહીં ખાવા બાબતની તકરારમાં પતિ રાહુલ ચૌધરીને મનમાં લાગી આવતા તેને ચિરાપાડા ગામનાં દેવજુભાઈ ચૌધરીનાં ઘર નજીક આવેલા એક ઝાડ સાથે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી હતી. આ બનાવની જાણ સાપુતારા પોલીસ મથકની ટીમને થતા પોલીસની ટીમ તુરંત જ ઘટના સ્થળે ધસી ગઈ હતી. જેમાં સાપુતારા પોલીસની ટીમે લાશનો કબ્જો મેળવી પી.એમ માટે શામગહાન સી.એચ.સી ખાતે ખસેડી મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
વાંસદાથી સુરત નોકરીએ જતાં યુવાનનું ઉંભેળ પાસે વાહન અડફેટે મોત
કામરેજ: નવસારીના વાંસદાના લાખાવાડી ગામમાં ઉતારા ફળિયામાં રહેતો વિશાલ ચંદ્રકાંત પટેલ (ઉં.વ.23) ખજોદ ખાતે આવેલા ડ્રીમ સિટી પ્રોજેક્ટમાં સુપરવાઈઝર તરીકે નોકરી કરતો હતો. ગુરુવારે સવારે નોકરી પર જવા માટે બનેવી મોટરસાઈકલ હીરો સ્પ્લેન્ડર પ્લસ નં.(જીજે 21 બીએલ 5580) લઈને નીકળ્યો હતો. ત્યારે કામરેજના ઉંભેળ ગામની હદમાં મુંબઈ-અમદાવાદ ને.હા.નં.48 પર સવારે આશરે 9.30 કલાકે અજાણ્યા વાહનચાલકે બાઇકસવાર વિશાલને ટક્કર મારતાં માથા તથા જમણા ભાગે ગંભીર ઈજા થતાં ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આ ઘટના બાદ અજાણ્યો વાહનચાલક ફરાર થઈ ગયો હતો. જે અંગે કામરેજ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.