National

યમુના એક્સપ્રેસ વે પર સામૂહિક દુષ્કર્મ: શેરિંગ કેબમાં સવાર હતી મહિલા

નવી દિલ્હી : ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) યમુના એક્સપ્રેસ વે (Yamuna Expressway) પર એક મહિલા પર સામૂહિક બળાત્કારનો (Gang rape) મામલો સામે આવ્યો છે. મહિલા નોઈડાથી ફિરોઝાબાદ જઈ રહી હતી ત્યારે તેની સાથે આ ઘટના બની. પોલીસે આ કેસમાં ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. આ મહિલા રાત્રે 8.30 વાગ્યે નોઈડાના સેક્ટર 37 થી ફિરોઝાબાદ જવા માટે શેરિંગ ટેક્સીમાં સવાર થઈ હતી. યમુના એક્સપ્રેસ વે પર આવ્યા બાદ મુસાફરોએ યુવતી સાથે ગેરવર્તણૂક શરૂ કરી દીધી હતી. પ્રાપ્ત જાણકારી મુજબ આગરાના કુબેરપુર વિસ્તારમાં રાત્રે લગભગ એક વાગે ઈકો કારમાં બેઠેલા આરોપીઓ મહિલાને બળજબરીથી એક્સપ્રેસ વેની બાજુની ઝાડીઓમાં લઈ ગયા અને ત્યાં તેની સાથે વહેલી સવારે 4 વાગ્યા સુધી દુષ્કર્મ આચરતા રહ્યા હતા.અને તેઓ મહિલાને ત્યાજ છોડીને નાસી ગયા હતા.દુષ્કર્મના ભોગ બનેલી પીડિતા ત્યાર બાદ સીધી પોલીસ મથકે પહોચી ગઈ હતી.

  • યમુના એક્સપ્રેસ વે પર એક મહિલા પર સામૂહિક બળાત્કારનો મામલો
  • મહિલા નોઈડાના સેક્ટર 37થી ફિરોઝાબાદ જવા માટે શેરિંગ ટેક્સીમાં સવાર થઈ હતી
  • આરોપીઓ મહિલાને બળજબરીથી એક્સપ્રેસ વેની બાજુની ઝાડીઓમાં લઈ ગયા

મહિલાની ફરિયાદ પર પોલીસ કેસ નોંધવામાં આવ્યો
ઘટના અંગે પોલીસ ફરિયાદ થયા બાદ ટોલ ફૂટેજના આધારે પોલીસે વાહનની ઓળખ કરી અને તેને રીકવર કર્યું હતું. આ પછી પોલીસે આ ઘટનાને અંજામ આપનારા ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી. પોલીસ કમિશનર ડૉ. પ્રિતિન્દર સિંહે જણાવ્યું કે મહિલાની ફરિયાદ પર પોલીસ કેસ નોંધવામાં આવ્યો છે. કેસની તપાસ ચાલી રહી છે. તેમણે કહ્યું કે દુષ્કર્મનો ભોગ બનેલી મહિલાની હાલતો પૂછપરછ કરવામાં આવી રહી છે,તપાસમાં જે પણ તથ્યો સામે આવશે તેના આધારે ગુનેગારો સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.

ભોગ બનેલી મહિલા ટેક્સીમાં નોઈડાથી પોતાના ઘરે જઈ રહી હતી
ઉલ્યલેખનીય છે કે યમુના એક્સપ્રેસ વે પર મહિલા પર સામૂહિક બળાત્કારના મામલામાં ભોગ બનેલી મહિલા ટેક્સીમાં નોઈડાથી પોતાના ઘરે જઈ રહી હતી પરંતુ આગ્રા નજીક આ ઘૃણાસ્પદ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી લીધી છે.અને તેમની પૂછતાછ શરુ કરવામાં આવી છે. પકડયેલા આરોપીઓનો ગુનાહિત ઈતિહાસ અને અન્ય બાબતોની પણ તલ સ્પર્શી તપાસના ચક્રો પોલીસે હાલ તો ગતિમાન કર્યા છે.

Most Popular

To Top