Entertainment

ઉર્વશી રૌતેલા અને ઋષભ પંતના સંબંધોનું સત્ય સામે આવ્યું, શુભમન ગીલે કર્યો મોટો ખુલાસો

મુંબઈ: બોલિવૂડ (Bollywood) અભિનેત્રી ઉર્વશી રૌતેલા અને ભારતીય વિકેટ કીપર બેટ્સમેન ઋષભ પંતને લઈને સોશિયલ મીડિયા (Social Media) પર ઘણી ચર્ચાઓ થઈ રહી છે. ઘણીવાર બંને વચ્ચેના સંબંધોને લઈને અનેક અટકળો કરવામાં આવે છે. થોડા સમય પહેલા ઉર્વશીએ એક વીડિયોમાં ઘણી માહિતી આપી હતી, ત્યારબાદ ઋષભ પંતે પણ ઈન્સ્ટાગ્રામ પર ઘણું લખ્યું હતું. એશિયા કપ અને T20 વર્લ્ડ કપ દરમિયાન પણ એક્ટ્રેસ સ્ટેડિયમમાં ઘણી વખત જોવા મળી હતી. કંઈક સમજાતું નહોતું કે શું થઈ રહ્યું છે? હવે બંને વચ્ચેના સંબંધો પર એક મોટો ખુલાસો થયો છે અને તે અન્ય કોઈએ નહીં પણ પંતના સાથી ક્રિકેટર શુભમન ગીલે કર્યો છે.

વાસ્તવમાં શુભમન ગિલનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો એક પંજાબી ચેટ શોનો છે જેમાં મહિલા એન્કર તેને રિષભ પંત અને ઉર્વશી રૌતેલા વિશે સવાલ કરી રહી છે. શુભમન ગિલને પૂછવામાં આવે છે કે આજ કાલ ઋષભ પંતને અભિનેત્રીના નામે ખૂબ ચીડવામાં આવે છે. આ સવાલ પર શુભમનનો જવાબ સ્પષ્ટ કરે છે કે પંત અને ઉર્વશીના સંબંધોનું સત્ય શું છે.

ગિલે એક મોટું રહસ્ય ખોલ્યું
શુભમન ગીલ એન્કરના પ્રશ્નનો નિખાલસતાથી જવાબ આપે છે અને કહે છે, ‘ઉર્વશી રૌતેલા પોતાની જાતને પંતથી ચીડવે છે. તેણીને ઋષભ પંત સાથે કોઈ લેવાદેવા નથી અને તે પોતે જ પોતાને ચીડવવા માટે કંઈકને કંઈક કર્યા કરે છે . જ્યારે પંતને પૂછવામાં આવ્યું કે શું પંત તેનાથી વિચલિત થાય છે, તો ગિલે કહ્યું, ‘ ના ઋષભ પંતને જરા પણ વાંધો નથી. કારણ કે તેઓ જાણે છે કે એવું કશું જ નથી. અને શુભમન ગિલનો આ જવાબ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે.

જો કે, ઉર્વશી તરફથી હજુ સુધી આ અંગે કોઈ પ્રતિક્રિયા આવી નથી, પરંતુ તે લાંબા સમય સુધી શાંતિથી નહીં બેસે. તે તેના પર કેવી પ્રતિક્રિયા આપે છે તે જોવું રસપ્રદ રહેશે. બીજી તરફ ગિલની વાત કરીએ તો તેનું બોલિવૂડ કનેક્શન પણ આ દિવસોમાં ખૂબ ચર્ચામાં છે. ઘણી વખત તે સૈફ અલી ખાન અને અમૃતા સિંહની પુત્રી સારા અલી ખાન સાથે જોવા મળ્યો છે. અગાઉ, તે સચિન તેંડુલકરની પુત્રી સારા તેંડુલકર સાથે સોશિયલ મીડિયા પર સતત જોડાયેલો છે.

Most Popular

To Top