National

ગર્લફ્રેન્ડ સાથે કારમાં આવી હાલતમાં હતા BJP નેતા, અચાનક પત્ની આવી અને પછી…

કાનપુર: કાનપુરના જુહી પોલીસ સ્ટેશન (Police Station) વિસ્તારના આનંદપુરી પાર્ક પાસે શનિવારે રાત્રે હંગામો થયો હતો. મળતી માહિતી મુજબ બીજેપી નેતા મોહિત સોનકર એક મહિલા મિત્ર સાથે કારની (Car) અંદર રંગરેલિયા મનાવી રહ્યા હતા. આ અંગેની જાણ થયા પછી મોહિતની પત્ની (Wife) અને ગર્લફ્રેન્ડનો (Girlfriend) પતિ પોતપોતાના પરિવાર (Family) સાથે ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. આ પછી મોહિતની પત્નીએ તેના ભાઈઓ સાથે મળીને મોહિતને ચપ્પલ વડે માર માર્યો હતો. તે જ સમયે મોહિતે તેની મહિલા મિત્રના પતિને માર માર્યો હતો. પોલીસને (Police) ઘટના અંગેની જાણ થતાં પોલીસ ત્યાં પહોંચી હતી અને બંને પક્ષોને પોલીસ સ્ટેશન (Police Station) લઈ આવી હતી. બાબુપુરવા ખટિયાના નિવાસી મોહિત સોનકર કાનપુર બુંદેલખંડ પ્રદેશના પ્રાદેશિક મંત્રી છે.

  • બીજેપી નેતા તેની ગર્લફ્રેન્ડના જન્મદિવસની ઉજવણી કરવા સાંજે પાર્ક નજીક આવ્યો હતો
  • મહિલાનો પતિ અને મોહિતની પત્ની પરિવાર સાથે ઘટના સ્થળે પહોંચ્યા હતા

પોલીસના જણાવ્યા અનુસાર બીજેપી નેતા મોહિત સોનકર કિદવાઈ નગરના બ્લોકમાં રહેતી તેની ગર્લફ્રેન્ડના જન્મદિવસની ઉજવણી કરવા સાંજે પાર્ક નજીક આવ્યો હતો. અહીં મહિલાનો પતિ અને મોહિતની પત્ની પરિવાર સાથે પહોંચ્યા હતા. બંનેને રંગેરેલીયા મનાવતા ઝડપ્યા હતા. આ પછી બધાએ મળીને મોહિતને માર માર્યો હતો. આ નજારો જોઈને લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. ઘટના સ્થળ પર અજાણ્યાએ મોબાઈલથી વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધો હતો. પોલીસે જણાવ્યું કે મહિલાના પતિએ મોહિત વિરુદ્ધ મારપીટની ફરિયાદ આપી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ મામલે કેસ નોંધીને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે મહિલા પણ ભાજપ સાથે જોડાયેલી છે અને બંને વચ્ચે લાંબા સમયથી પ્રેમ પ્રકરણ ચાલી રહ્યો છે. બંને પરિવારોના ઘરોમાં આ ધટના પછી ઘણા વિવાદો થયા છે.

Most Popular

To Top