Vadodara

ચેક રિટર્ન અપીલમાં પણ બિલ્ડરની હાર

વડોદરા : પાણીગેટ પોલીસ ખાતું મારા ખિસ્સામાં લઇને ફરું છું એવી બડાશ મારતા શ્રી સાઇ એન્ટરપ્રાઈઝ ના સંચાલક શૈલેષ નવનીતલાલ શાહ તેની ઠગ વિદ્યા થી બેહદ બદનામ થઈ ચૂક્યો છે . જોકે તેની પાપલીલા નો વધુ એક વાર ભાંડો ફૂટ્યો હતો.નીચલી કોર્ટમાં ચેક રિટર્ન કેસમાં ગઠિયો હારી જતા નાણાં નહિ ચૂકવવાના ઇરાદે અપીલમાં ગયો હતો અને ત્યા પણ હારી જવાની શક્યતા જણાતા 6 માસ સુધી મેડીકલ સર્ટિફિકેટ આધારે બચાવનો પ્રયાસ કર્યો હતો જો કે અદાલતે આખરે ન્યાયિક ચુકાદો આપતા નીચલી કોર્ટે ના હુકમને યથાવત રાખ્યો હતો.

કહેવાય છેકે “ભગવાન ના ઘરે દેર છે અંધેર નહી”. તે જ ઉક્તિને સાર્થક માનતા મકાન માલિક ગરીબ વૃદ્ધા અને તેની એક માત્ર વારસદાર પુત્રીને આખરે ન્યાય મળ્યાનો સંતોષ મળ્યો હતો. જોકે વળતર પેટે ના નાણાં અને મિલકત તો હજુ સુધી મળ્યાં ન હોવાનો વસવસો પણ છે. 2013 મા શારદા એવન્યું નામે મિલકત બાંધકામ કરવા લેનાર ઠગ દંપતી શૈલેષ અને પન્નાબેન સાથે તેના પુત્ર હર્ષ ઉર્ફે રવી ના કારનામા પોલીસ ચોપડે ચડતા જ રહે છે. બેન્ક સાથે ગોરખધંધા આચરવામાં પાવરધો બની ચુકેલા ઠગ શૈલેશ ના નકશે કદમ પર તેનો પુત્ર પણ ચાલી રહ્યો છે. તેના પરિવારના સભ્યો માત્ર ને માત્ર વિશ્વાસઘાત છેતરપીંડી અને ઠગાઈ દ્વારા જ નાણાં એકત્ર કરવાનો કારસો રચે છે.

ગુજરાત ગ્રામીણ બેન્ક સાથે લાખોનું કૌભાંડ?
એક દાયકા પૂર્વે થી બેન્કના મેનેજર સાથે મજબૂત સાઠગાઠ રચીને ઠગ પિતા પુત્ર એ દસ્તાવેજ વગર અનેકના નામે લાખોનું ધિરાણ લીધું છે. કેટલાક ના તો નામ ઠામ પણ સાચા નથી છતાં બેન્કે માત્ર 24 કલાકમાં લોન મંજુર કરી આપી હતી. ઠગ બિલ્ડરે લોન વાળી મિલ્કત વિધવા જમીન માલિકને બાનાખત કરીને કબ્જો સોંપી દીધો છે. હવે લોનના હપ્તા કોણ ભરે તે પ્રશ્ન ઉભો થયો છે. ઍક જ પ્રકારની મોડસ ઓપરેન્ડી થી અનેક નિર્દોષો ને શૈલેષે શિકાર બનાવ્યા છે છતા નથી બેન્ક કાનુની પગલાં ભરતી કે નથી પોલીસ કાયદેસર પગલા ભરતી.

સજા થાય છે એટલે રાતોરાત મકાન ખાલી
હાલમાં જ સેશન્સ કોર્ટે સજા યથાવત રાખવાનો હુકમ કરતા જ ઠગ પરીવાર રચેલા કાવતરા મુજબ ઉચાળા ભરી ને માંજલપુર માંથી બીજા જ દિવસે સવારના પહોરમાં મકાન બદલી નાખ્યું. અગાઉ પણ નીચલી કોર્ટે છ માસની સજા ફટકારી ત્યારે નવાપુરામા થી મકાન બદલી નાખ્યું હતું કાયદા અને કાનૂનની આંખમાં ધૂળ નાખવામાં કાબેલ મનાતો શૈલેષ કોર્ટને પણ નવા મકાનનું એડ્રેસ ક્યારેય જણાવતો નથી તેવું જાણવા મળ્યું હતું.

Most Popular

To Top