વડોદરા : શહેરના કારેલીબાગ મહિલા પોલીસ સ્ટેશન નજીક આવેલા મણિયાર મહોલ્લામાં એક મહિલા પર અન્ય મહિલા દ્વારા ભુલથી પાણી પડી જતા મામલો બીચક્યો હતો. એક મહિલાએ ઉશ્કેરાઈને અન્ય મહિલા ઉપર ચાકુના ઉપરા-છાપરી ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દેવાનો બનાવ બન્યો છે. ત્યારે જાણવા મળ્યુ હતું કે, મરનાર મહિલાનો મારનાર મહિલાના પતિ સાથે આડા સંબંધ હતા. અને તેને લઈ કેટલાક સમયથી તેઓ વચ્ચે ઝગડા થતા રહેતા હતા.
મળતી વગતો મુજબ, શહેરના કારેલીબાગ મહિલા પોલીસ સ્ટેશનની નજીક આવેલા મણિયાર મહોલ્લામાં રહેતી નિલાશાબાનું સલમાન શેખ (ઉ.વ.22)ના લગ્ન છોટાઉદેપુર ખાતે થયા હતા. ત્યારે નિલાશબાનુ તેના ત્રણ વર્ષના દિકરાને સાથે લઈ થોડા જ સમય પહેલા પિયરમાં રહેવા આવી હતી. જે દરમિયાન શુક્રવારે નિલાશબાનુથી પાડોશમાં રહેતી સબીના નામની મહિલા ઉપર પાણી પડી ગયુ હતું. જેથી સબીના રોષે ભરાઈ હતી. અને બંને વચ્ચે બોલાચાલી થઈ હતી.
જોકે આ દરમિયાન સબીના વધુ ઉશ્કેરાઈને તેના ઘરમાંથી ચપ્પુ લઈ આવી હતી. અને તેના સંબંધીઓએ નિલાશાબાનુને પકડી રાખતા સબીનાએ ઉપરા-છાપરી નિલાશબાનુની છાતીના ભાગે ચપ્પુ વડે ઘા ઝીંકી દિધા હતા. ઈજાગ્રસ્ત નિલાશાબાનુને તાત્કાલીક સયાજી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. જ્યાં ટુંકી સારવાર બાદ હાજર તબીબોએ તેને મૃત જાહેર કરી હતી. ત્યારે બીજી બાજુ હત્યા કરનાર સહિત તેનો પરિવાર પોતાનુ ઘર બંધ કરી નાસી છુટ્યા હોવાનું જાણવા મળ્યુ હતું. જોકે આ મામલે કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી રહી છે.
પતિ સાથે આડા સબંધના કારણે હત્યા કરાઈ
સુત્રો દ્વારા જાણવા મળ્યું હતું કે, સબીનાના પતિ સાથે નિલાશના આડા સબંધ હતા. ત્યારે અગાઉ નિલાશ અને સબીના વચ્ચે બોલાચાલી થઈ હતી. દરમિયાન જ્યારે નિલાશ તેના પિયરમાં રહેવા આવી હતી. અને તેનાથી ભુલથી સબીના ઉપર પાણી પડી ગયુ હતું. જેથી તે જુની અદાવતના કારણે અને તેની પર પાણી પડી જતા સબીના અચાનક ઉશ્કેરાઈ ગઈ હતી. અને ઘરમાંથી ચપ્પુ લઈને આવી નિલાશની છાતીના ભાગે ઘા ઝીંકી મોતના ઘાત ઉતારી દિધી હતી.
ભુલથી પાણી પડ્યું
દિકરી નિલાશબાનુથી સબીના ઉપર ટોટી વડે ભુલથી પાણી પડી ગયુ હતું. જેથી તેઓ વચ્ચે ઝગડો થયો હતો. ત્યારે સબીનાની સાસુએ મને પણ મારમાર્યો હતો. જેથી હું બેહોશ થઈ ગઈ હતી. ત્યારબાદ મને દિકરીની હત્યા થઈ હોવનું જાણવા મળ્યુ.
– રેહાનાબાનુ (મૃતકની માતા)
5 જણાએ હુમલો કર્યો
પાડોસીઓનો બહેન ઉપર ઝગડો થયા બાદ રીફાકત, મુન્ની, સાબેરા, સમીનાએ ભેગા મળી મારી બહેન નિલાશને પકડી રાખી હતી. ત્યારે સબીનાએ ચપ્પુ લાવી મારી બહેનને ઉપરાછાપરી ઘા મારી દિધા હતા.
– રઈશા(મૃતકની બહેન)