SURAT

બે બાળકીનો 40 વર્ષનો પિતા પાડોશમાં રહેતી 4 વર્ષની બાળકીને ઘરે રમાડવા લઈ ગયો ને..

સુરત(Surat) : પાંડેસરા (Pandesara) પોલીસની (Police) હદમાં આવેલા વડોદ ગામમાં ગઈકાલે બપોરે બે બાળકીના પિતાએ પડોશમાં (Neighbor) રહેતી 4 વર્ષની બાળાને (4 Years Old Girl) રૂમમાં લઈ જઈ દુષ્કર્મ (Rape) કર્યાની ઘટના પાંડેસરા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. પોલીસે આરોપીને ઝડપી વધુ તપાસ હાથ ધરી છે.

  • વડોદ ગામના એસએમસી આવાસની ઘટના
  • પાંડેસરા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ
  • પોલીસે 40 વર્ષીય નરાધમની ધરપકડ કરી
  • બાળકીએ માતાને જાણ કરતા મામલો બહાર આવ્યો

પાંડેસરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ વડોદ ગામમાં એસએમસી આવાસમાં રહેતા 40 વર્ષીય અજય રમણભાઈ પટેલને સંતાનમાં એક પુત્ર અને બે પુત્રી છે. ગઈકાલે બપોરે તેની પત્ની અને ત્રણેય બાળકો બજારમાં ગયા હતા. અજય ઘરે એકલો હતો ત્યારે પડોશમાં રહેતી 4 વર્ષની બાળકી બિલ્ડીંગની નીચે રમતી હતી. બાળકીનું અપહરણ કરી તેના રૂમમાં તેડીને લઈ ગયો હતો. અને રૂમમાં બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં બાળકીને તેના ઘર પાસે મુકી આવ્યો હતો.

બાળકીએ સમગ્ર બનાવ અંગે તેની માતાને જાણ કરી હતી. માતાએ બાળકીના પિતાને વાત કરતા રાત્રે પરિવારે પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરી હતી. જેથી પાંડેસરા પોલીસની પીસીઆર વાન સ્થળ પર પહોંચી જતા બાળકી અને તેના પરિવારને પોલીસ સ્ટેશનમાં લઈ આવી બનાવ અંગે માહિતી મેળવી હતી. પોલીસે બનાવ અંગે ગુનો દાખલ કરી રાત્રે બાળકીને મેડીકલ માટે નવી સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા. પાંડેસરા પોલીસે રાત્રે આરોપીની ધરપકડ કરી વધારે તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top