Gujarat

વડોદરામાં યુવકને પ્રેમ કરવાની આવી તે કેવી સજા મળી

વડોદરા: વડોદરાના (Vadodra) ગોધરા તાલુકાના ઓરવાડાની યુવતી સાથે પંચમહાલના (Panchmahal) યુવકને પ્રેમ (Love) કરવાની જે સજા મળી છે તે જાણીને તમને પણ નવાઈ લાગશે. આજના લોકો ન્યાયતંત્ર નિર્ણય કરે તેની પહેલા જ નિર્ણય લઈ લે છે. આ ઉપરાંત કાયદો પોતાના હાથમાં નિ:સંકોચ પણે લઈ લે છે. તેમજ લોકો સજા આપવામાં ધણીવાર નિર્દયતાની તમામ હદો પાર કરી નાંખે છે. આવી જ એક ઘટના વડોદરાના ગોધરા તાલુકાના ઓરવાડામાં ઘટી છે. આ ઘટનાનો એક વીડિયો વાઈરલ થયો છે જેને જોઈને તમારી આંખો પણ ચોંકી જશે.

  • લોકો ન્યાયતંત્ર નિર્ણય કરે તેની પહેલા જ નિર્ણય લઈ લે
  • યુવતી પાસે ફોન કરાવી યુવકને ઓરવાડા બોલાવ્યો
  • પ્રેમી યુવક કોઈના હાથે ન આવતા ત્યાંથી નાસી છૂટયો
  • વીજળીના થાંભલા સાથે બાંધી દઈ તેઓને ઢોરમાર મરાયો

મળતી માહિતી મુજબ પંચમહાલના સાજીવાવ ગામે રહેનાર સગીરને વડોદરાના ગોધરા તાલુકાના ઓરવાડા ગામની યુવતી સાથે પ્રેમ હતો. આ વાતની જાણ યુવતીના ઘરે તેના પરિવારજનો થતા તેમણે યુવતી પાસે ફોન કરાવી યુવકને ઓરવાડા બોલાવ્યો હતો. યુવક તેના બે સંબંધી સાથે રાત્રિના સમયે ઓરવાડા તળાવ પાસે પહોંચ્યો તે સમયે બાઈક ઉપર બે ઈસમો આવી યુવક તેમજ તેના બે સંબંધીઓને પકડી પાડયાં હતાં. જો કે પ્રેમી યુવક કોઈના હાથે ન આવતા ત્યાંથી નાસી છૂટયો હતો.

યુવતીના સંબંધીઓએ હાથ આવેલા બે યુવકોને ઓરવાડામાં આવેલ ફળીયામાં વીજળીના થાંભલા સાથે બાંધી દીધા હતાં તેમજ તેઓને ઢોરમાર માર્યો હતો. લોકોએ પોતાની નિર્દયતાની તમામ હદો પાર કરી લીધી હતી. હાથ આવેલા બે યુવાનોને લોકોએ માર મારી તેઓને ભાગી ગયેલા યુવકને ફોન કરી પરત ઓરવાડા આવવા પણ કહ્યું હતું. આ વાતની જાણ ગામના આગેવાનને થતાં તેઓએ આ મામલાને થાળે પાડયો હતો. તેમજ યુવકોને તેમનાં પરિવારને બોલાવી યુવકોને તેઓના હવાલે કર્યા હતાં. ઓરવાડાના પાંચ ઈસમો સામે ગુનો નોંધવામાં આવ્યો છે. આ વાતની જાણ ગોધરા પોલીસને થતાં પોલીસ પણ એકટિવ મોડમાં આવી ગઈ છે.

Most Popular

To Top