Vadodara

સ્માર્ટ સીટી રેન્કિંગમાં વડોદરા 43 માં ક્રમે ધકેલાયું

વડોદરા: સ્માર્ટ સિટી  રેન્કિંગમાં અમદાવાદ સુરત નંબર 1 પર અમદાવાદ 6 નંબરે અને વડોદરા 43 નંબર આવતા ફરી  સ્માર્ટસીટીમાં વડોદરા નાપાસ. વડોદરા બે પગથિયાં ચડી શક્યો નહીં વડોદરા માટે શરમજનક વડોદરા સ્માર્ટ સિટી ડેવલપમેન્ટ કંપની 2017માં રજીસ્ટ્રેશન થઈ હતી 4 વર્ષ ની અંદર વડોદરાને લોકાર્પણ હોય અને ઉપયોગી હોય એવા એક પણ પ્રોજેક્ટ નથી. વડોદરાની 100 સ્માર્ટ સિટીમાં પસંદગી થઇ છે પરંતુ વડોદરાના અધિકારીઓ તથા નેતાઓની જુગલબંધી ના કારણે વડોદરાનું ફરી નાક કપાયું છે. વડોદરા  સ્માર્ટ સિટી ડેવલપમેન્ટ કંપનીના  સ્માર્ટ  અધિકારીઓ વડોદરા ક્યારે સર્વોચ્ચ પદે બેસાડી શકતા નથી. સ્માર્ટ સીટી ના પ્રોજેકટ ફક્ત કાગળ ના ઘોડા દોડાવતા રહે છે .

એસી ચેમ્બરો માંથી વહીવટ કરતા રહે છે .જુના ચાલુ પ્રોજેક્ટની આગળ  સ્માર્ટ  શબ્દ લગાવીને લોકોને ઊંધા ચશ્મા પહેરાવી રહ્યા છે. સ્માર્ટ  સ્ટ્રીટ લાઇટ, સ્માર્ટ ડ્રેનેજ, સ્માર્ટ ટ્રાન્સપોર્ટ, સ્માર્ટવોટર મીટર, સ્માર્ટવોટર મીટર , બાયસીકલ સેરીગ પ્રોજેકટ, સ્માર્ટરોડ, સ્માર્ટવોટર પમ્પીંગ સ્ટેશન, સ્માર્ટડ્રેનેજ સિસ્ટમ, સ્માર્ટ ઓડિટ પ્રોજેક્ટ જેવા નામો આપી મોટી મોટી જાહેરાતો આપી વડોદરા નાગરિકોને માત્ર મુંગેરીલાલના સપના  દેખાડવામાં આવે છે. આ વખતના  રેન્કિંગમાં પણ ટોપટેનમાં વડોદરાને સ્થાન મેળવી શક્યું નથી સુરત પ્રથમ ક્રમાંકે અમદાવાદ ચોથા ક્રમાંકે અને વડોદરા 43માં નંબર આયુ છે. વડોદરાની નેતાગીરી નબળી છે. માત્ર ટિફિન સેવા બ્લડ કેમ્પનું આયોજન અસ્થિવિસર્જન રસીકરણ ભંડારા નેતાઓની જન્મદિવસની ઉજવણી કરવામાં સોશિયલ મીડિયા ઉપર પોતાની વાહવાહી કરવામાં વ્યસ્ત છે.

આજરોજ સુધી દેશભરમાં ચર્ચા થાય એવા એક પણ પ્રોજેક્ટ વડોદરાની પ્રજાની દુકાન પણ થયો નથી. છેલ્લા પાંચ વર્ષથી સ્માર્ટ સિટીના ડાયરેક્ટરો પ્રજાને ગુમરાહ કરતા રહ્યા છે કે 2397 રોડના પ્રોજેક્ટ હાલ પાઇપલાઇનમાં છે કુલ 54 પ્રોજેક્ટ કેન્દ્ર સરકારને મોકલવામાં આવ્યા છે. વડોદરા સ્માર્ટ સિટી પ્રોજેક્ટ ની વાત કરવામાં આવે તો મોટાભાગના પ્રોજેક્ટ પૂર્ણ કરવામાં આવ્યા નથી કે નાગરિકો તેઓ નો લાભ લઇ શકે છે. જેવા કે પબ્લિક વાઇફાઇ પ્રોજેક્ટ 24 × 7 વોટર સપ્લાય પ્રોજેક્ટ  સ્માર્ટ  રોડ, અર્બન મોબીલીટી, સીસીટીવી પ્રોજેકટ, સીટી કમાન્ડ એન્ડ કંટ્રોલ પ્રોજેક્ટ, સ્માર્ટ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ પ્રોજેક્ટ, સ્માર્ટ સિટી પ્રોજેક્ટ એસટીપી અપગ્રેડેશન,જીઆઇએસ સર્વે પ્રોજેક્ટ , હેલ્થ કાર્ડ પ્રોજેક્ટ, બાઈસીકલ સેરીગ પ્રોજેક્ટ ,ટોટલ ફેઈલ રહ્યા છે. જે પ્રોજેક્ટ હાલ અધૂરા છે.અમુક પ્રોજેકટ પુરા થઈ ગયા છે.પણ બીજા શહેરોને ટક્કર મારે તેવા નથી.

સ્માર્ટ સિટીના પ્રોજેક્ટોની વાત કરવામાં આવે તો પબ્લિક વાઇફાઇ પ્રોજેક્ટ જે પાલિકા દ્વારા જગ્યા આપી ને કોલ ઉભા કરવામાં આવ્યા પણ તેનો ફાયદો જેને પોલ ઉભા કર્યા તેના એડવર્ટાઈઝમેન્ટ થી મળી રહ્યો છે અને પાલિકાને કોઈપણ પ્રકારનો ફાયદો થતો નથી જ્યારે અન્ય કંપનીઓ દ્વારા રોજે 1 જીબી અને 2 જીબી વાપરવામાં આવતું હોય ત્યારે માત્ર 50 એમબી જ વાપરવામાં આવે તો એ પ્રોજેક્ટ નાગરિકોને કયા કામમાં લાગે. જન મહેલ ટ્રાન્સપોર્ટ હબ પીપીપી ધોરણે બનાવવામાં આવી રહ્યું છે તેમાં એક સનદી અધિકારી નું રોકાણ થયેલ છે જો એસીબી તપાસ કરે તો કૌભાંડી નેતા અને અધિકારીઓના રોકાણ કરેલા નામ પણ બહાર આવી શકે.
સુરતમાં 500 કરોડના સ્માર્ટ પ્રોજેક્ટ શરૂ પણ થયા અને નાગરિકોએ એનો લાભ પણ શરૂ કરી દીધો છે અમદાવાદમાં જે સાબરમતી નદી જે અત્યારે રિવરફ્રન્ટ પર  રાષ્ટ્રીય અને વિશ્વના નેતાઓ પણ મુલાકાત કરી ગયા છે અને એ બધા પ્રોજેક્ટ સફળ થઇ ગયા છે . સુરતમાં સ્માર્ટ સિટીના ૭૫ ટકાથી વધુ પ્રોજેક્ટ પૂરા થઈ ગયા છે .વડોદરા માત્ર સપના ના ફોટા બતાવે છે. પણ એક પણ પ્રોજેક્ટ નાગરિકો જોઈ શકે તેવા થયા નથી.

સ્માર્ટ સીટી પ્રોજેકટ ના નામ પર નેતાઓ અને અધિકારીઓની લૂંટ
સ્માર્ટ સીટી ના સીઈઓ સુધીર પટેલે જણાવ્યું હતું કે સતત દર મહિને સ્માર્ટ સિટીનું રેન્કિંગ આવતું હોય છે.ખર્ચ થયો, ટેન્ડર બહાર પાડ્યું, વર્ક ઓર્ડર, ખર્ચ વધારે થાય અને કામ પૂરું ના થયું હોય. ગયા મહિને ખર્ચો સબમિટ કરવાનું બાકી છે.જેના કારણે ૪૦૦ કરોડના પ્રોજેક્ટ સ્માર્ટ સીટી માંથી ડ્રોપ આઉટ કરવામાં આવ્યા છે. જેમાં સહકાર નગર, ગેડા સર્કલ થી મનીષા ચોકડી નો ઓવરબ્રિજ , અને વોટર સપ્લાય નું 80 કરોડ અને સાયબર ૧૦ કરોડનો ટેન્ડર રિટેન્ડર કરવું પડ્યું હતું. જેને લઇને સ્માર્ટ સિટીમાં રેન્કિંગ 43 આવ્યું છે.
મહાનગરપાલિકાના પૂર્વ વિપક્ષી નેતા ચંદ્રકાંન્ત શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે સ્માર્ટ સિટીના નામ કૌભાંડો થયા છે સરકારે આપેલા પૈસા માં ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે સીટી ન નામે ઝૂંપડાઓ તોડી નાખવામાં આવ્યા છે નાગરિકોને ગંદુ પાણી પીવડાવવામાં આવે છે વિશ્વામિત્રીમાં નદીમાં ડ્રેનેજ નું પાણી બંધ કરવાની પણ વાત હતી જેના કારણે મચ્છર અને ગંદકીનો, ઉપદ્રવ થાય છે જે રસ્તા પર ઢોરો અને કૂતરા ભાગતા હોય તેને સ્માર્ટ સિટી કહેવાય, સ્માર્ટ સીટી ના અધિકારીઓનો ખર્ચ  કોર્પોરેશનને પડે છે, સ્માર્ટ સિટીમાં ઈમાનદારી અધિકારીઓને કાઢી મૂકવામાં આવે છે જે પ્રોજેક્ટો મંજૂર કરવામાં આવે છે તેઓ પોતાના માનીતા કોન્ટ્રાક્ટરોને આપવામાં આવે છે. સ્માર્ટ સિટીના પ્રોજેક્ટ ની સમય મર્યાદા પણ હવે પૂર્ણ થવામાં આવી છે. 400 કિલો મીટર વરસાદી ગટર લાઈન આ છૅ વડોદરા સ્માર્ટ સીટી.

Most Popular

To Top