Gujarat

બાયોટેક્નોલોજી રિસર્ચ સેન્ટર માટે નવું હાઇ-થ્રુપુટ જિનોમ સિકવન્સિંગ મશીન ખરીદાયું

ગાંધીનગર: ગુજરાતે હવે જિનોમ સિક્વન્સિંગ ક્ષેત્રે એક નવતર પહેલ હાથ ધરી છે. રાજ્ય સરકાર હસ્તકની સંસ્થા ગુજરાત બાયોટેક્નોલોજી રિસર્ચ સેન્ટર દ્વારા નવું હાઇ-થ્રુપુટ જિનોમ સિકવન્સિંગ Novaseq 6000 મશીન ખરીદવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ મશીનનું રાજ્યની નવી બાયોટેક્નોલોજી પોલિસીના લોંચીંગ વેળાએ સાયન્સ સિટી ખાતે લોકાર્પણ કર્યુ હતું.
.
ગુજરાત બાયોટેક્નોલોજી રિસર્ચ સેન્ટર દ્વારા કોવિડ-19 મહામારી દરમ્યાન જિનોમીક્સ સર્વેલન્સ, ડાયગ્નોસ્ટિકસ કરાઈ રહ્યું છે. વેસ્ટ વોટર સર્વેલન્સ વગેરે પર પણ GBRCએ કામ કરેલું છે. મુખ્યમંત્રીએ આ સંસ્થાને વધુ સુદ્રઢ અને સક્ષમ બનાવવાના હેતુસર ૧૩.૯પ કરોડ રૂપિયાના ખર્ચે હાઇ-થ્રુપુટ જિનોમ સિક્વન્સિંગ મશીન ખરીદવા મંજૂરી આપી હતી. તદ્દઅનુસાર, GBRCએ ખરીદી કરીને ઇન્સ્ટોલ કરેલા આ Novaseq 6000 મશીનને પરિણામે GBRCની સિકવન્સિંગ કેપેસિટીમાં અંદાજે ૯ ગણો વધારો થયો છે. આ Illumina Novaseq 6000 બે દિવસમાં 6Tb અને ર૦ બિલિયન રીડ જનરેટ કરવાની ક્ષમતા ધરાવે છે.
GBRCમાં ઇન્સ્ટોલ થયેલા આ મશીનની મદદથી એક મહિનામાં 3000થી વધુ SARS-CoV-2 (COVID-19) જીનોમનું સિક્વન્સિંગ કરવું શક્ય છે, તેના સહયોગથી નવા મ્યુટેશન અથવા સ્ટ્રેનનું નિરીક્ષણ કરવું પણ વધુ સરળ બનશે. અન્ય સંશોધનો કેન્સર, રેર જીનેટીક ડિસઓર્ડર, પોપ્યુલેશન જીનેટીક્સ, સંપૂર્ણ જીનોમ/એક્જોમ/ટ્રાન્સક્રિપ્ટોમ વગેરે સરળતાથી કરવા શક્ય બનશે.આ મશીનની મદદથી એકસાથે 2-3 દિવસમાં લગભગ 50 મનુષ્યના પૂર્ણ જીનોમનું સિક્વન્સિંગ થઇ શકે છે. વધુ સારી જાતિના પશુ અથવા છોડની પસંદગી માટે પશુ જાતિ અને છોડના સુધારણા કાર્યક્રમોમાં પણ આ મશીન ઉપયોગી થઇ શકે છે.
NovaSeq 6000 હાઇ-થ્રુપુટ સિક્વન્સર હોવાથી, વિવિધ ઔદ્યોગિક એપ્લિકેશનો માટે હજુ પણ અનકલ્ચર્ડ અને ઓછા પ્રમાણમાં થતાં સુક્ષ્મજીવાણુઓનું અન્વેષણ કરવું શક્ય છે, આ મશીનની મદદ વડે આયુર્જિનોમિક્સ, ફાર્મેકોજીનોમિક જેવા જિનોમીક પ્રોગ્રામ કરવા શક્ય બને છે.

Most Popular

To Top