Dakshin Gujarat

‘તારી બહેન સાથે ફોન પર વાત કરાવ, નહીં તો તું મારી સાથે સંબંધ રાખ’ : મહિલાને પિસ્તોલ બતાવી આપી ધમકી

ઉમરગામ : ઉમરગામના (Umargam) કાલઈની મહિલાને રસ્તામાં રોકી ‘તારી બેન સાથે ફોન પર વાત કરાવ નહીં તો તું મારી સાથે સંબંધ રાખ, જો તુ સંબંધ નહીં રાખે તો ગોળી મારી મારી નાખીશ’ એવું પિસ્તોલ (Pistol) જેવું સાધન બતાવી ધમકી (Threat) આપનાર પાલી ગામના એક ઈસમ વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાતા ચકચાર મચી જવા પામી હતી.

ઉમરગામ તાલુકાના કાલઈ ગામે રહેતી એક મહિલાએ નારગોલ મરીન પોલીસ સ્ટેશનમાં નયનભાઈ ઉર્ફે ઘનેશભાઈ નરસિંહભાઈ મિતના (રહે પાલી, કાદવીયા ફળિયા) વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે નયનભાઈએ તેણીને ૫/૨/૨૦૨૨ રોજ ફણસા ટાટાવાડી ગેટની આગળ ફણસા તરફ જતા રોડ ઉપર રસ્તામાં રોકી ‘મને હમણાં જ તારા મોબાઇલ ફોન ઉપરથી તારી બેન સાથે વાત કરાવ’ તેણીએ ના પાડતાં નયન ઉર્ફે ઘનેશ એકદમ ઉશ્કેરાઈ ગાળો આપી તેની પાસેનું પિસ્તોલ જેવું હથિયાર બતાવી જો તું તારી બેન સાથે વાતચીત નહીં કરાવે તો તું જ મારી સાથે સંબંધ રાખ અને જો તું મારી સાથે સંબંધ નહીં રાખશે તો હવે પછી જ્યારે પણ તું એકલી મળશે તો તને ગોળી મારી મારી નાખીશ તેવી ધમકી આપી એકટીવાની આગળની નંબર પ્લેટ ઉખેડી નાખી મોટરસાયકલને પણ નુકસાન કર્યું હતું. આ ફરિયાદ નારગોલ મરીન પોલીસ સ્ટેશનમાં નોંધાવતા પોલીસે નયનભાઈ મિતના વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ગ્રીષ્માની જેમ જ ઉધનાની યુવતીની હત્યા, સગાઈ થઈ જતા પ્રેમીએ પત્થર મારી પતાવી દીધી
સુરત : (Surat) ઉધનામાં જે.પી. મીલ પાસે યુવતીની લાશ (Girl Dead Body) મળી આવવાના પ્રકરણમાં પોલીસે એક યુવકની અટકાયત (Arrest) કરી લીધી છે. આ યુવક અને યુવતી વચ્ચે બે-અઢી વર્ષથી પ્રેમસંબંધ (Affair) હતો. પરંતુ યુવતીની સગાઇ થઇ જતા બંને વચ્ચે ઝઘડા થયા હતા અને વાત હત્યા (Murder) સુધી પહોંચી હતી.

પાસોદરામાં એકતરફી પ્રેમીએ યુવતીનું ગળું કાપી હત્યા કરી
તમને જણાવી દઈએ કે હજુ ગયા શનિવારે જ કામરેજના પાસોદરા ગામમાં ગ્રીષ્મા વેકરીયા નામની 21 વર્ષીય યુવતીની તેને એકતરફી પ્રેમ કરતા યુવક ફેનિલે જાહેરમાં ગળું કાપી હત્યા કરી હતી. આ મર્ડરનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો હતો. ફેનિલ પોતે પણ ઘેનની દવા પી લઈ હાથ પર ચાકુ માર્યું હતું. સારવાર બાદ કોર્ટમાં રજૂ કરી પોલીસે તેના રિમાન્ડ મેળવ્યા છે. આ કેસમાં ફેનિલની એક ઓડિયો ક્લીપ વાયરલ થઈ છે, જેમાં તે અને ગ્રીષ્મા પ્રેમસંબંધમાં હોવાનો ફેનિલ દાવો કરે છે. બીજી તરફ ગ્રીષ્માના પરિવારે ગ્રીષ્મા અને ફેનિલ વચ્ચે કોઈ પણ સંબંધ હોવાનો ઈનકાર કરી ફેનિલને જાહેરમાં ફાંસીની માંગણી કરી છે.

Most Popular

To Top