ઈલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન: ભૂપેન્દ્ર પટેલ ધોલેરામાં આઇ-ક્રિયેટની મુલાકાતે

ગાંધીનગર: અમદાવાદ (Ahmedabad) જિલ્લાના દેવ ધોલેરા નજીક આવેલા આઇ-ક્રિયેટના કેમ્પસમાં શુક્રવારે (Friday) મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) તથા મુખ્ય સચિવ પંકજકુમાર (PankajKumar) સાથે પહોંચ્યા હતા. પટેલે ઇન્ટરનેશનલ સેન્ટર ફોર એન્ટરપ્રેનિયોરશિપ એન્ડ ટેક્નોલોજી આઇ-ક્રિયેટના કેમ્પસની મુલાકાત લઇને વિવિધ સ્ટાર્ટઅપની નવિન શોધ-સંશોધન, ગતિવિધિઓની તલસ્પર્શી માહિતી મેળવી હતી.

પટેલે આઇ-ક્રિયેટના ઇલેક્ટ્રીક વ્હીકલ સેન્ટર ઓફ એક્સલન્સનું ઉદ્દઘાટન પણ આ મુલાકાત દરમ્યાન કર્યુ હતું. આઇ-ક્રિયેટ EV સેન્ટર ઓફ એક્સલન્સમાં નાના ઇલેક્ટ્રિક વાહનો માટે યુનિક અને ઇન્ટિગ્રેટેડ ઓપન-સોર્સ પ્લેટફોર્મ બનાવવાથી માંડીને શહેરો માટે ઓપન સ્ટાન્ડડર્સ તરીકે ગ્રીન અર્બન માસ મોબિલિટી પ્લેટફોર્મ વિકસાવવા સુધીની અનેક કામગીરી ચાલી રહી છે. કેન્દ્ર સરકારના ર૦૩૦ના ઇલેક્ટ્રિક વાહનો (EV)ના લક્ષ્યાંકને સમર્થન આપવા માટે રાજ્ય સરકારે ગુજરાત ઇલેક્ટ્રિક વ્હીકલ પોલિસી-ર૦ર૧ ઘડી છે. તેમાં EV ખરીદદારો અને EV ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસમાં રોકાણ કરનારાઓ માટે સબસિડી/પ્રોત્સાહન તરીકેની યોજનાનો પણ સમાવેશ થયેલો છે. આ નીતિની સફળતા માટે ઇનોવેશન ઇકોસિસ્ટમના સમર્થનની જરૂરિયાત માટે આઇ-ક્રિયેટ જેવી અગ્રણી સંસ્થાએ EVને ફોકસ એરિયા બનાવવા માટે કરેલી પહેલ EV ટેક્નોલોજી ઉપયોગમાં ગુજરાતને મદદરૂપ થશે. આ પ્રસંગે મુખ્યમંત્રીએ બેઠક યોજીનેઆઇ-ક્રિયેટની ભાવિ યોજનાઓની સમીક્ષા કરી અને આઇ-ક્રિયેટ સમર્થિત અનેક સ્ટાર્ટઅપ્સ સાથે સંવાદ પણ કર્યો હતો.

Most Popular

To Top