સુરતઃ (Surat) પતિ સાથે સંબંધો સુધારી આપવાના બહાને સાળી પર બનેવીએ એક વર્ષમાં અનેક વખત દુષ્કર્મ (Rape) આચર્યું હોવાની ફરિયાદ અમરોલી પોલીસ સ્ટેશનમાં (Police Station) નોંધાઈ છે. સાળીને મરજી વિરૂદ્ધમાં અલગ-અલગ જગ્યાએ લઈ જઈ શરીરસંબંધ બાંધી દુષ્કર્મ આચર્યું હતું.
- પતિ સાથે મતભેદમાં મદદના બહાને સાળી પર બનેવીએ અનેકવાર દુષ્કર્મ આચર્યુ
- સાળીને સમાધાન કરવાની લાલચ આપી અલગ અલગ જગ્યાએ લઈ જઈ શરીર સંબંધ બાંધ્યો હતો
અમરોલી પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ મોટા વરાછા ખાતે એપ્પલ લક્ઝરીયામાં રહેતા 37 વર્ષીય અરૂણભાઈ ભરતભાઈ કાકડીયાની શેરબજારના વ્યવસાય સાથે સંકળાયા છે. અરૂણભાઈની સામે અમરોલી પોલીસ સ્ટેશનમાં તેમની સાળી આરતીબેન (ઉ.વ.29) (નામ બદલ્યું છે)એ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ છેલ્લા એકાદ વર્ષથી પરિણીતાને તેના પતિ સાથે બનતું ન હતું. પતિ સાથે સંબંધો સુધારવા અને સમાધાન કરાવવા મદદ કરવા સાળીને બનેવી અરૂણ કાકડીયાએ વાત કરી ગેરફાયદો ઉઠાવ્યો હતો. અરૂણે સાળીને મરજી વિરૂદ્ધમાં અલગ-અલગ જગ્યાએ લઈ જઈ શરીરસંબંધ બાંધી દુષ્કર્મ આચર્યું હતું. અમરોલી પોલીસે આ અંગે ફરિયાદ નોંધી વધારે તપાસ હાથ ધરી છે.
ગોપીપુરામાં દુકાનદારદારે ચોકલેટના બહાને 11 વર્ષની કિશોરીને દુકાનમાં બોલીવી હોઠ પર કીસ કરી દીધી
સુરત: ગોપીપુરા મેઈન રોડ ખાતે આવેલી દુકાનમાં ચોકલેટ લેવા ગયેલી 11 વર્ષની કિશોરીને બીજી ચોકલેટ લેવા અંદર બોલાવી દુકાનદારે કીસ કરી હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી. કિશોરીએ ઘરે જઈને સમગ્ર ઘટના તેની માતાને જણાવતા તેના પરિવારે દુકાનદારની સામે છેડતીની ફરિયાદ નોંધાવી હતી.
ગોપીપુરા મેઈન રોડ ખાતે આવેલી દુકાનમાં ચોકલેટ લેવા માટે ગયેલ કિશોરીની દુકાનદાર દ્વારા છેડતી કરવામાં આવી હોવાની ફરિયાદ અઠવા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. ગોપીપુરા મેઈન રોડ સ્થિત આશાપુરી સદન ખાતે રહેતો 27 વર્ષીય દર્શન મનહરલાલ જરીવાલા પ્રોવિઝન સ્ટોર્સ ધરાવે છે. તેની દુકાનમાં ગઈકાલે સાંજે 11 વર્ષની કિશોરી જેમ્સ ચોકલેટ લેવા માટે ગઈ હતી. તે વખતે દર્શને કિશોરીને જેમ્સ નથી તેમ કહ્યું હતું અને તેને બીજી ચોકલેટ બતાવવાના બહાને દુકાનની અંદર બોલાવી હતી. અને તું મારી ફ્રેન્ડસ બનશે, “ફ્રેન્ડસ કીસ” ખબર છે. તેમ કહી કિશોરીના હોઠ, ગાલ તથા માથા ઉપર કીસ કરી હતી. બાળકીએ ઘરે જઈને તેની માતાને ઘટના અંગે જણાવતા અઠવા પોલીસે ફરિયાદ દાખલ કરી આરોપીની ધરપકડ કરી હતી. દર્શન પરિણીત હોવાનું પોલીસે જણાવ્યું હતું.