Vadodara

આખરે ફાયર વિભાગ પાલિકાની વડી કચેરી ખાતે દોડતુ થયુ

વડોદરા: ગુજરાત હાઇકોર્ટ ની સુચના બાદ જ ફાયર વિભાગ એક્શન માં આવે છે અને વડોદરા શહેરમાં એન ઓ સી  મેળવી છે કે નહીં તેની તપાસ કરવા માટે નીકળે છે. જોકે વડોદરા મહાનગર પાલિકામાં દીવા તળે જ અંધારુ છે. કચેરીની લોબીમાં લાગેલા તમામ ફાયર એક્સ્ટિંગ્વિશર/સિલિન્ડરો એક્સપાયરીવાળા !!.નો અહેવાલ ગુજરાત મિત્રએ અ પ્રસારીત કર્યા બાદ ઇન્ચાર્જ ચીફ ઓફિસર પાર્થ બ્રહ્મભટ્ટ ccc બિલ્ડિંગના પાર્કિંગમાં તેમના તાબાના અધિકારીઓને મીટીંગ કરી ઉભા રાખી પોતાના તાબાના અધિકારીઓ સુચના આપી હતી. અધિકારીઓ- નેતાએ તાત્કાલિક ધોરણે કામ કરવાની ઇન્ચાર્જ પાર્થ બ્રહ્મભટ્ટને સૂચના આપતા જવાબદારીનું ભાન થયું હતું.

ફાયર બ્રિગેડ ટીમના જાંબાજ ફાયરમેન પાલિકાની વડી કચેરી ખાતે ધસી આવ્યા હતા. જ્યાં પાલિકાની કચેરીએ ફાયરની ટીમે ચેકીંગ કરવાનું નાટક કર્યું હતું. હકીકત તો એ હતી કે તમામ સિલિન્ડરો મેન્યુફેક્ચરિંગ 2014 અને 2021 માં એક્સપાયરી થયેલા સિલિન્ડર હતા. જો ખરેખર દુર્ઘટના થાય તો શોભાના ગાંઠિયા સમાન સિલિન્ડરો કામે લાગે નહિ.અને લોકોની જાનહાની થાય. મ્યુનિ કમિશનર શાલીની અગ્રવાલ,ડે કમિશને,સ્ટેન્ડીગ ચેરમેન, ડો હિતેન્દ્ર પટેલ,સભા સેક્રેટરી ચેમ્બર, વહીવટી શાખાના સિલિન્ડરની એક્સપાયરી પૂરી થઈ ગઈ છે.

સયાજી સભા ગૃહ જ્યાં સામાન્ય સભા વખતે બધા સભાસદો અને પ્રથમ નાગરિક મેયર કેયુર રોકડિયાની ચેમ્બર હોવાથી વધુ નાગરિકો અને અરજદારો ભેગા થતા હોય છે તેની પણ સિલિન્ડર એસપાયરી થઇ હતી. હોસ્પિટલ, સ્કૂલ, કોમ્પ્લેક્સ, હાઉરાઈઝ બીલડીગ, કોમર્શિયલ કોમ્પલેક્ષ, ફેક્ટરી ,કંપની, હોટલ રેસ્ટોરન્ટ વગેરેમાં ફાયર એન ઓ સી ના કાયદો બતાવાનું કાયદો અને સાથે કામ પુરા કરવાની જવાબદારી વડોદરા ફાયર બ્રિગેડ પાસે છે. પાલિકાની પોતાની વડી કચેરી પોતાના અધિકારીઓ, શાસક પક્ષના, નેતાની ચેમ્બર તથા લોબીમાં મૃતપાય ફાયરના સિલિન્ડરો લટકાવી રહ્યા છે. એક વર્ષથી સિલિન્ડરો લટકેલા હતા તેની જવાબદારી કોની? જવાબદાર અધિકારી સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવે. જોકે પાલિકાની વડી કચેરી ખાતે ફાયર નો ચાર્જ ડેપ્યુટી કમિશનર શૈલેષ નાયકની ચેમ્બર પણ આવેલી છે.

ઇ.ચીફ ફાયર ઓફિસરનું પાર્થ ભવન

તાજેતરમાં જ ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસરની જવાબદારી મળ્યા બાદ પાર્થ બ્રહ્મભટ્ટનો વહીવટ પુરજોશમાં છે. ખૂબ ટૂંકા ગાળામાં જુના પાદરા રોડ પર મેઘધનુષ સોસાયટીના આશરે કરોડ રૂપિયાના જમીન ઉપર ભવ્ય પાર્થ ભવન બની રહ્યો છે. એસીબી જો તપાસ કરે તો અપ્રમાણમાણસર મિલકત નો કેસ બની શકે છે. ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર નેતાઓ – અધિકારી સાથે મેળાપીપણુ કરી કોઈ પણ ફાયર એનઓસી મેળવવા માટે માતબર રકમ મળ્યા વગર મળતી નથી. તત્કાલીન તાજેતરમાં બદલી થઈ સુરત ડે કમિશ્નર ધીરેન પંડિયા સી.સી.સી. બિલ્ડીંગમાં કોરોના સમયથી પાર્થ બ્રહ્મભટ્ટ કેબીનમાં બેસી દિવસ ભર વહીવટ કરતા હતા.

કોરોના કાળ સમયમાં, ડે કમિશનર કોઈ અરજદાર ને ઉપર જવા દેતા નથી. હાલમાં પણ કોઇ સામાન્ય માણસ ઉપર જઇ નહિ શકતું. શહેરમાં ગણી હાઇરાઈઝ બીલડીગો છે જ્યાં એન ઓ નથી થર્ડ પાર્ટી  ઇન્સ્પેકશન થાય તો વડોદરા 80 ટકા મિલકતો ધુપલ્લલ લાગે. અગાઉ ચીફ ફાયર ઓફિસર એચ જી તાપરિયા સામે એસીબીમાં ફરિયાદ કરી હતી. 1 વર્ષ બાદ અપ્રમાસર મિલકતનો  કેસ થયો હતો  પાલિકાએ તેઓને સસ્પેન્ડ કર્યા હતા, ત્યાર બાદ ચીફ ફાયર ઓફિસર તરીકે દિપક ગુંજાલને રિટાયર્ડ થયા બાદ ગાદીપતિ ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર તરીકે પાર્થ બ્રહ્મભટ્ટ બિરાજમાન થયા હતા.

181 સરકારી બિલ્ડિંગમાં ફાયર વિભાગે નોટીસ ફટકારી

ગુજરાત મિત્ર ટીમે તપાસ કરતા કેટલીક સરકારી કચેરીમાં જે જગ્યા પર ફાયર સિલિન્ડર લગાવવા અનિવાર્ય છે તેવી 181 સરકારી બિલ્ડિંગમાં છે નહીં અથવા મૃત પાયે  સ્થિતિમાં એક્સપાયર થઈ ગઈ હોય તેઓને વડોદરા ફાયર વિભાગ દ્વારા નોટિસ આપી છે. શહેરની હજુ કેટલીક સરકારી કચેરીમાં ઇન્સ્પેકશન બાકી છે.

હકીકત તો એ છે કે ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર પાર્થ બ્રહ્મભટ્ટ ફિલ્ડમાં નીકળતા નથી.તાબાના ઓફિસરો સાથે દમ મારી કામ કરાવે છે. સીસીસી બિલ્ડિંગમાં પહેલા માળે જ છે આર્ટ ગેલેરી ને જગ્યા ફાળવી છે તેમાં ખાનગી ટેમ્પલ બનાવીને એ નોકરી આપવાની નહીં આપવાનીનો વહીવટ-ગેરવહીવટ કરે છે. ખાનગી મુલાકાત ચેમ્બરમાં થાય છે. જોકે બદામડી બાગ ખાતે આવેલી તેમની જ પહેલા માળે આવેલી ઓફિસમાં ફાયરના સિલિન્ડર પર વર્ષ 2013 14નું સ્ટીકર લગાડવામાં આવ્યું છે તેની ઉપર બીજું 2017-18 નું સ્ટીકર લગાડીને ગુમરાહ કરવામાં આવે છે. સિલિન્ડરની એક્સપાયરી લખેલી હોતી નથી.

Most Popular

To Top