Dakshin Gujarat

વ્યારાનાં લખાલીનાં કોઝવે પર પાણી ફરી વળતા 7 ગામો સંપર્ક વિહોણા

વ્યારા: ડાંગ (Dang) વિસ્તારમાં ભારે વરસાદ (Heavy Rain) આવતા વ્યારાના (Vyara) તાલુકામાં પાણીની આવક થતાં ઝાંખરી નદીમાં (River) પુર (Flood) જેવી સ્થિતિ નિર્માણ થઈ છે. જેમાં ઝાંખરી નદીનો લખાલીથી ઢોંગીઆંબા તરફ જતા ફાંટા પરનાં કોઝવેનાં (causeway) ઉપર ગતરોજ બપોરે 2 વાગ્યે પાણી ફરી વળતા ચીચબોરડી, વડપાડા, રાણીઆંબા, ઢોંગીઆંબા, વાલોઠા, ભુરીવેલ, લખાલી સહિતના ગ્રામજનોનો સંપર્ક તુટતાં મુશ્કેલીમાં મુકાયા હતા.

કોઝવે પરથી આસપાસના અનેક ખેડૂતોના ખેતરોમાં પાણી ફરી વળતાં મોટાપાયે નુકસાન થયું છે. સરકારી ઉચ્ચત્તર માધ્યમિક શાળા અને 17ગામોને સારવાર પુરી પાડતા આ ગામનાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો સંપર્ક તૂટ્યો છે. જેનાં કારણે ગ્રામજનોની આવશ્યક સેવાઓ પણ ખોરવાઈ છે. મહિલાઓ અને નાના બાળકોને ખભે ઉંચકી આ કોઝવેનાં ઘુંટણ સમા પાણીમાંથી જીવનાં જોખમે લઈને પસાર થઈ રહી છે. દર વર્ષે ચોમાસામાં ભારે વરસાદ સમયે આ ગામોમાં આવી વિકટ સ્થિતિ નિર્માણ થાય છે. વહિવટીતંત્રને વારંવાર રજુઆત કરવામાં આવી છે પણ પુલ બનાવવાની ગ્રામજનોની માંગણી પર કોઇ ધ્યાન આપવામાં આવતું નથી.

ડાંગનાં આહવા અને સાપુતારા પંથકમાં શ્રીકાર વરસાદથી નદીએ ગાંડીતુર
સાપુતારા : રાજ્યનાં છેવાડે આવેલા ડાંગ જિલ્લામાં ગત સપ્તાહમાં વરસાદી તાંડવ જામતા ઠેરઠેર ખાનાખરાબી સર્જાઈ હતી. ડાંગ જિલ્લામાં એક સપ્તાહ સુધી ધોધમાર વરસાદ નોંધાયા બાદ હાલનાં સપ્તાહમાં વરસાદી જોર ધીમુ પડ્યુ હતુ. પણ રવિવારે ડાંગ જિલ્લામાં આહવા પંથકમાં 86 મિમી અર્થાત 3.44 ઈંચ, વઘઇ પંથકમાં 68 મિમી અર્થાત 2.72 ઈંચ, સુબિર પંથકમાં 70 મિમી અર્થાત 2.8 ઈંચ, જ્યારે સૌથી વધુ સાપુતારા પંથકમાં 106 મિમી અર્થાત 4.24 ઈંચ જેટલો વરસાદ પડતા ગિરિમથક સાપુતારા, શામગહાન, ગલકુંડ, બોરખલ, લિંગા, આહવા સહિતનાં ગામડાઓમાં ધોધમાર વરસાદ તૂટી પડતા સર્વત્ર પાણી પાણીનાં નીર ફરી વળ્યા હતા.

  • સાપુતારામાં 4.24 ઈંચ, આહવામાં 3.44 ઈંચ, વઘઇમાં 2.72 ઈંચ અને સુબિરમાં 2.8 ઈંચ વરસાદ પડ્યો
  • અનેક કોઝવે ઊંડા પાણીમાં ગરકાવ થતા દસ ગામડાનું જનજીવન પ્રભાવિત થયુ

ડાંગ જિલ્લામાં આહવા અને સાપુતારા પંથકમાં શ્રીકાર વરસાદી માહોલનાં પગલે અંબિકા અને ખાપરી નદી ગાંડીતુર બની હતી. રવિવારે અંબિકા અને ખાપરી નદી ગાંડીતુર બનતા ઘોડવહળ કોઝવે, કુમારબંધ કોઝવે, ચીખલદા કોઝવે, સુસરદા કોઝવે, માછળી કોઝવે, ભવાનદગડ કોઝવે, ગાયખાસ કોઝવે ઊંડા પાણીમાં ગરક થઈ જતા દસેક ગામડાઓનું જનજીવન પ્રભાવિત થયુ હતુ. ડાંગનાં સુબિર અને વઘઇ પંથકમાં મધ્યમ વરસાદ નોંધાયો હતો.

Most Popular

To Top