National

વારાણસીની ગંગા નદીમાં નાવડી પલટી જતા 6 લોકો ડૂબ્યા: 2નાં મોત, બેને બચાવી લેવાયા

વારાણસી: ઉત્તરપ્રદેશ(Uttar Pradesh)માં ગંગા(Ganga) નદી(River)માં નાવડી(Boat) ડૂબી(Drowned) ગઈ હતી. જેના પગલે 2 લોકો મોતને ભેટ્યા છે. આ ઘટના બની છે વારાણસી(Varanasi)નાં પ્રભુ ઘાટ ઉપર. ઘટનાના પગલે ઘાટ ઉપર અફરાતફરીનો માહોલ સર્જાયો છે.આ નાવડીમાં 6 લોકો સવાર થઈ રહ્યાં હતાં. જેઓ પાણીમાં ડૂબી ગયા હતા. પરંતુ ખલાસીઓએ 2 લોકોનો જીવ બચાવી લીધો છે જયારે 2ના મૃતદેહ મળી આવ્યા છે અને બાકીનાની શોધખોળ કરવામાં આવી રહી છે.

  • વારાણસીના પ્રભુ ઘાટ પર મોટો અકસ્માત
  • નાવડી પલટી જતાં છ લોકો ડૂબી ગયા
  • 2 લોકોનો હજુ પણ કોઈ પત્તો નહી

આ તમામ લોકો પ્રવાસી હતા કે જેઓ નાવડીમાં સવાર થઈને એક પારથી બીજે પાર જઈ રહ્યા હતા. આ દરમિયાન ગંગા નદીની વચ્ચે પાણીનું વહેં વધતા નાવડીમાં કાણું પડી જતા પાણી ભરાઈ ગયું હતું જેના કારણે નાવડીએ સંતુલન ગુમાવી દેતા પલ્ટી ગઈ હતી. જો કે નાવડી ચાલકે સતર્કતા દાખવી 6 લોકો પૈકી 2 લોકોને બચાવી લીધા હતા. જો કે પોતે જ આ બંને ને બચાવવા જતા મોતને ભેટ્યો હતો. જ્યારે અન્ય 1 પણ ડૂબી સાથે ડૂબી ગયો હતો. આ ઉપરાંત વધુ બે લોકોની શોધખોળ હજી પણ ચાલુ છે. બચાવી લેવાયેલા લોકોના નામ કેશવ પુત્ર બાલકિશન અને સંજય છે. જો કે અકસ્માત બાદ તેઓ ગભરાઈ જતા હાલ કંઈ કહેવાની સ્થિતિમાં નથી.

એનડીઆરએફની ટીમે શોધખોળ હાથ ધરી
નાવડી પલટી જતા ઘાટ પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. નાવડીમાં સવાર તમામ લોકો ટુંડલાથી વારાણસી આવ્યા આવ્યા હતા. આ સવાર તમામ લોકો પ્રભુ અને જૈન ઘાટના સ્થાનિક હોવાનું જણાવાય રહ્યું છે. ડૂબી ગયેલા નાવિકનું નામ શનિ નિષાદ છે, જે જૈન ઘાટનો રહેવાસી છે. સમગ્ર ઘટનાની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. સાથે જ એનડીઆરએફની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી અન્ય બે લોકોની શોધખોળ હાથ ધરી છે.

Most Popular

To Top