Sports

સ્મિથે સૌથી ઓછી ઇનિંગમાં 27 સદી પુરી કરી આ ભારતીય ખેલાડીઓને પાછળ છોડ્યા

અહીં રમાતી ત્રીજી ટેસ્ટના બીજા દિવસે સ્ટીવ સ્મિથની સદી ઓસ્ટ્રેલિયાની ઇનિંગની હાઇલાઇટ સમાન રહી હતી.પોતાની આ સદી સાથે સ્ટીવ સ્મિથે રેકોર્ડ બુકમાં ઘણાં રેકોર્ડમાં પોતાનું નામ સામેલ કરાવ્યું હતું. સ્મિથે પોતાની કેરિયરની 27મી ટેસ્ટ સદી ફટકારવાની સાથે ભારતીય ટીમ સામે સૌથી ઓછી ઇનિંગમાં સર્વાધિક 8 સદી ફટકારીને ગેરી સોબર્સ, વિવ રિચાર્ડસ અને રિકી પોન્ટીંગ જેવા દિગ્ગજોને પાછળ છોડ્યા હતા.

તેની સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર આ ત્રીજી સદી રહી હતી. સ્મિથે 14 ઇનિંગ પછી ટેસ્ટ સદી ફટકારી છે, છેલ્લે તેણે 4 સપ્ટેમ્બર 2019ના રોજ ઇંગ્લેન્ડ સામે માન્ચેસ્ટરમાં 211 રનની ઇનિંગ રમી હતી. ખાસ વાત એ રહી હતી કે ભારતીય ટીમ સામે પોતાના ઘરઆંગણે કોઇ ઓસ્ટ્રેલિયન બેટ્સમેન દ્વારા છેલ્લા છ વર્ષમાં આ પહેલી સદી રહી હતી. આ સાથે જ તેણે ડોન બ્રેડમેન પછી સૌથી ઝડપી 27 સદીના આંકડે પહોંચનારો બીજો બેટ્સમેન બન્યો છે અને તેણે સચિન તેંદુલકર અને વિરાટ કોહલીને આ મામલે પાછળ મુક્યા હતા.

સૌથી ઓછી ઇનિંગમાં 27 ટેસ્ટ સદી ફટકારનારા બેટ્સમેનો
બેટ્સમેન-દેશ-ઇનિંગ
ડોન બ્રેડમેન-ઓસ્ટ્રેલિયા-70
સ્ટીવ સ્મિથ-ઓસ્ટ્રેલિયા-136
વિરાટ કોહલી-ભારત-141
સચિન તેંદુલકર-ભારત-141
સુનિલ ગાવસ્કર-ભારત-154

ભારતીય ટીમ સામે સર્વાધિક ટેસ્ટ સદી ફટકારનારા બેટ્સમેનો
બેટ્સમેન-દેશ-ઇનિંગ-સદી-એવરેજ
સ્ટીવ સ્મિથ-ઓસ્ટ્રેલિયા-25-8-74.78
ગેરી સોબર્સ -વેસ્ટઇન્ડિઝ -30-8-83.47
વિવ રિચાર્ડસ-વેસ્ટઇન્ડિઝ-41-8-50.71
રિકી પોન્ટીંગ-ઓસ્ટ્રેલિયા-51-8-54.36

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top