Vadodara

સમલાયા તરફ જતા દેશી બનાવટની પિસ્તોલ સાથે MPના 2 શખ્સ ઝડપાયા

વડોદરા : રેફરલ ચોકડીથી સમલાયા તરફ જતા રોડ પરથી ગ્રામ્ય એસઓજીની પોલીસની ટીમે દેશી બનાવટની પિસ્તોલ અને કારતૂસ સાથે એમપીના બે શખ્સનો ઝડપી પાડ્યા હતા. બંને શખ્સોને કોર્ટમાં રજૂ કરતા ત્રણ દિવસના રિમાન્ડ મળ્યા છે. વડોદરા જિલ્લા એસએસઓજીની ટીમના પીઆઇ એચ એમ જાળિયા તથા પીએસઆઇ સહિત ટીમના જવાનો પેટ્રોલિંગની કામગીરી કરી રહ્યા હતા.તે દરમિયાન સ્ટાફને બાતમી મળી હતી કે બે શખ્સો રેફરલ ચોકડી તરફથી સમલાયા તરફ ચાલતા જવા માટે નીકળ્યા છે.

બંને શખ્સો પૈકી એક પાસેથી દેશી હાથ બનાવનીટ માઉઝર પિસ્તોલ છે. જેના આધારે એસઓજી ટીમે તાત્કાલિક બાતમી મુજબના સ્થળ પર પહોંચીને બંને શખ્સો વિજય જાલમસિંગ ગુથરીયા (ભીલાલા, ઉં.વ.21 રહે ઉંડારી ગામ પટેલ ફળિયું તા.જોબટ જિ. અલીરાજપુર મધ્યપ્રદેશ તથા રાજુ ગણપત સમેલીયા (ભીલાલા ઉં.વ.19 રહે કંડા ગામ કાથોળીયા ફળિયું તા. જોબટ અલીરાજપુર મધ્યપ્રદેશ )ને દેશી બનાવટની પિસ્તોલ તથા એક કારતૂસ સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા. જ્યારે અજય મેડા (રહે. જોબટ જિ.અલીરાજપુર મધ્યપ્રદેશ) તેમની પાસેથી પિસ્તોલ તથા કારતૂસ, બે મોબાઇલ તથા રોકડ રકમ મળી સહિતનો 21 હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરી જરોદ પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

મધ્યપ્રદેશથી 8 હજારમાં પિસ્તોલ ખરીદી
એસએટીની ટીમ દ્વારા બંને પૂછપરછ કરતા ફરલ ચોકડી પાસે આવેલા ઇંટોના ભટ્ઠામાં મધ્યાપ્રદેશના બંને વિજય ગુથરીયા અને રાજુ સેમલીયા કામ કરતા હતા. તેઓ એમપીથી 8 હજાર રૂપિયામાં દેશી બનાવની માઉઝર પિસ્તોલ લઇને આવ્યા હોવાનું જણાવ્યું છે.

Most Popular

To Top