SURAT

ધાવણ બાદ 14 દિવસની દિકરીના નાકમાંથી દૂધ નીકળવા લાગ્યું, પિતા એક કિલોમીટર દોડી હોસ્પિટલ લઈ ગયા પણ…

સુરત (Surat) : શહેરના અંબાનગરમાં (Ambanagar) 14 દિવસની બાળકી માતાના (Mother) ધાવણ (BreastFeeding) બાદ અચાનક બેહોશ થઈ જતા પરિવાર ચિંતામાં મુકાઈ ગયું હતું. બાળકીને હાથમાં ઉપાડી પિતા હોસ્પિટલ દોડતા હતા. જ્યાં તબીબોએ બાળકી મૃત્યુ પામી હોવાનું જણાવતા પિતા સહિત સમગ્ર પરિવાર શોકમાં ડૂબી ગયો હતો. પિતા એ કહ્યું હતું કે સવારે 7:30 વાગે જ પત્ની એ દીકરીને દૂધ પીવડાવ્યા બાદ નાક અને મોઢામાંથી દૂધ નીકળતા દોડી ને હોસ્પિટલ આવ્યો હતો જોકે મોડું થઈ ગયું હતું.

મૃત બાળકીના પિતા દીપુ પાંડે એ જણાવ્યું હતું કે ઘટના આજે સવારની હતી. પત્ની 14 દિવસની બાળકીને ધાવણ કરાવ્યા બાદ અચાનક બુમાબુમ કરવા લાગી હતી. તેથી દોડીને તેની પાસે ગયો હતો. દીકરીને નાક અને મોંઢામાંથી દૂધ નીકળતું જોઈ ગભરાઈ ગયો હતો. બાળકીને તાત્કાલિક ઉપાડી નવી સિવિલ હોસ્પિટલ તરફ દોડ્યો હતો. એક કિલોમીટર દોડી હોસ્પિટલ લઈ ગયો હતો. પરંતુ મોડું થઈ ગયું હતું. બાળકીને તબીબોએ મૃત જાહેર કરી હતી. દૂધ શ્વાસ નળીમાં જતું રહેવાના લીધે શ્વાસ રૂંધાઈ જવાથી બાળકીનું મોત થયું હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે.

વધુમાં જણાવ્યું હતું કે તેઓ યુપીના રહેવાસી છે. સુરતમાં અસ્ત્રી ઘરમાં નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા આવ્યા છે. મોટી દીકરી પર 4 વર્ષ બાદ નાની દીકરી એ જન્મ લીધો હતો. એ માત્ર 14 દિવસની જ હતી. ડૉક્ટરોનું કહેવું છે કે ધાવણ કરાવ્યા બાદ બાળકીને ખભે ઉપાડી 30 મિનિટ સુધી ફરવાનું હોય છે. આવું કરવાથી માતા ના ધાવણનું દૂધ પચી જાય છે. નહિતર હીંચકી આવતા દૂધ શ્વાન નળીમાં ભરાય જવાથી આવી દુર્ઘટના થતી હોય છે.

Most Popular

To Top