Vadodara

હાથીખાના માર્કેટમાં આવેલી મરચું અને મસાલાની દુકાનોમાં એસઓજીનું ફૂડ એન્ડ ડ્રગ વિભાગને સાથે રાખી ચેકિંગ

મસાલામાં મિલાવટ તથા ડુપ્લિકેટ સામાન વેચતા હોવાની માહિતી મળતા રેડ

ડુપ્લીકેટ મરચાના પેકેટો મળ્યા હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું

પ્રતિનિધિ વડોદરા તા.16
શહેરનાહાથીખાના માર્કેટમાં ડુપ્લિકેટ તથા મિલાવટ કરીને મરચુ ગરમ મસાલા સહિતના મરી મસાલાનું વેચાણ કરનાર વેપારીઓના દુકાનમાં એસઓજી દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો. એસઓજીની રેડના પગલે મિલાવટ કરતા વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે. મોટી માત્રામાં ડુપ્લીકેટ મરચા ના પેકેટો કબજે કર્યા હોવાનું જાણવા મળ્યું છે
વડોદરા શહેરના ઘણા વેપારીઓ દ્વારા ભેળસેળ કરીને મરચા, ધાણા પાવડર વેપારીઓ દ્વારા મરચા, ધાણા પાવડર સહિતના મસાલામાં ભેળસેળ કરતા હોવાની તથા ડુપ્લિકેટ સામાન વેચતા હોવાની બાતમી સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપની ટીમને મળી હતી. જેના આધારે એસઓજીની ટીમ દ્વારા હાથીખાના માર્કેટમાં આવા ડુપ્લિકેટ સામાન વેચતા વેપારીઓની દુકાનોમાં રેડ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા કરાયેલી રેડના પગલે મિલાવટ કરીને વેચાણ કરતા વેપારીઓના ફફડાટ ફેલાયો છે. જોકે દુકાનોમાંથી મોટી માત્રામાં ડુપ્લીકેટ મરચા ના પેકેટર મળ્યા હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.

Most Popular

To Top