Vadodara

હવેથી તમામ કોર્ટો સાંજે 5:00 વાગ્યા સુધી જ ચાલુ રહેશે : હાઈ કોર્ટ

વડોદરા,૨0


હાઇકોર્ટના આદેશ અનુસાર સમગ્ર રાજ્યની તમામ કોર્ટો સાંજે 5:00 વાગ્યા સુધી જ ચાલુ રહેશે તેવી જાહેરાત કરવામાં આવી છે.
પહેલા નીચલી કોર્ટો તેમજ અન્ય અદાલતો સવારે 9:00 થી સાંજે છ વાગ્યા સુધી ખુલ્લી રહેતી હતી પરંતુ હાઇકોર્ટના આદેશ અનુસાર હવે સમગ્ર રાજ્યની તમામ કોર્ટો સાંજે 5:00 વાગ્યા સુધી જ કાર્યરત રહેશે તેવી સૂચના આપવામાં આવી હતી આ નિયમનું પાલન આગામી તા. 1 મેંના રોજ થી કરવામાં આવશે.

Most Popular

To Top