Charchapatra

સફળતા માટે ઇચ્છાશક્તિ જરૂરી

હાલમાં આપણા રાજ્યમાં અને દેશમાં ઘણી સરકારી નોકરીઓની જાહેરાત આવે છે. જેમાં યુવાનો ઉત્સાહભેર અરજીઓ પણ કરે  છે પરંતુ લેખિત પરીક્ષાના દિવસે ઘણા લોકો ગેરહાજર રહે છે. આ ગેરહાજર રહેનાર લોકોની સંખ્યા નોંધપાત્ર હોય છે એટલે કે ૩૦ થી ૪૦ ટકા જેટલી હોય છે. આ માટેનાં જવાબદાર કારણોમાંનું એક છે –  ઇચ્છાશક્તિ. સફળતા મેળવવા માટે અનુભવ કે આવડતની જ નહીં, પણ ઇચ્છાશક્તિની પણ જરૂર હોય છે. આપણા ભારતના મહાન બોક્સર શ્રી મોહમ્મદ અલીએ પોતાના ઇન્ટરવ્યુમાં પત્રકારોને જણાવ્યું હતું કે,  મારી સફળતા મારી ઇચ્છાશક્તિને આભારી છે.

રમત દરમિયાન મારો પ્રતિસ્પર્ધી જ્યારે મારા પર પ્રહાર કરે છે ત્યારે હું પડી જાઉં છું. આ સમયે મારી આવડત તો જવાબ આપી ચૂકી હોય છે પણ મારી ઇચ્છાશક્તિ જ છે કે, જે મને કહે છે કે મોહમ્મદ એક વાર ઊભો થા, હજુ એક પ્રયત્ન કરો. તને સફળતા જરૂરથી મળશે. બસ, આ જ ઇચ્છાશક્તિથી હું મારી રમત જીતી જાઉં છું.આમ, આજના યુવાનો પોતાની મજબૂત ઇચ્છાશક્તિથી  જીવનમાં આગળ વધશે તો ચોક્કસ જ સફળતા મળશે.
સુરત        – સૃષ્ટિ કનક શાહ -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top