Vadodara

વડોદરા: શહેરમાં બે જૂથો વચ્ચે જાહેરમાં છૂટા હાથની મારામારીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

આ વીડિયો વડોદરાના સમા વિસ્તારનો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જોકે, વીડિયોના સ્થળ અને સમય અંગે હજુ સુધી સત્તાવાર પુષ્ટિ થઈ નથી.

વાયરલ વીડિયોમાં કેટલાક યુવકો એકબીજા સાથે ઉગ્ર બોલાચાલી બાદ છૂટા હાથની મારામારી કરતા જોવા મળી રહ્યા છે. જાહેરમાં બનેલી આ ઘટનાને લઈને શહેરની કાયદો-વ્યવસ્થા સામે સવાલો ઊભા થયા છે. યુવકોને પોલીસનો કોઈ ડર જ ન હોય તે રીતે જાહેરમાં મારામારી થઈ હોવાના આક્ષેપો પણ થઈ રહ્યા છે.
બીજી તરફ, મારામારીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. જાહેરમાં મારામારી કરનારા યુવકો કોણ છે અને કયા કારણોસર બંને જૂથો વચ્ચે ઝઘડો થયો હતો તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટ માહિતી સામે આવી નથી.
હવે વાયરલ વીડિયોના આધારે પોલીસ સમગ્ર મામલે તપાસ હાથ ધરી જવાબદારો સામે ક્યારે કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું.

Most Popular

To Top